Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ગુરૂવારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચોથા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ

CBCS કોર્ષની લો, બી.એડ્. એમ.કોમ. સેમ-૩ સહિત ર૭ પરીક્ષા અને ૧૭૧૩ર પરીક્ષાર્થીઓ

રાજકોટ તા.૧૧: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૧૩ ડીસે. ગુરૂવારથી ચોથા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થઇ રહયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિલાંબરીબેન દવેના સધન માર્ગદર્શન હેઠળ અગાઉ ત્રણ તબક્કાની પરીક્ષા શાંતિપૂર્વક લેવાઇ હતી. ૭૦ થી વધુ છાત્રો પરીક્ષામાં ગેરરીતિ આચરતા ઝડપાઇ જતાં કોપી કેસ કરવામાં આવ્યો હતો. તા. ૧૩ ડીસે.થી સી.બી.સી.એસ. મુજબ ચોથા તબક્કાની પરીક્ષા યોજાઇ છે. જેમાં બી.એડ સેમ-૩માં ૪૨૫૯, એમ.એ. સેમે-૩માં ૪૬૩, એમ.એ. ઓલ સેમ-૩ એકસટર્નલમાં ૪૫૧૮, એમ.કોમ. સેમ-૩માં ૯૮૨, એમ.કોમ. સેમ-૩ એકસ્ટર્નલ ૫૮૨૩ એમ.એસ.સી.આઇ. સેમ-૧માં ૨૪૦ છાત્રો પરીક્ષા આપી રહયા છે. ચોથા તબક્કાની પરીક્ષામાં કુલ ૨૭ પરીક્ષા અને ૧૭૧૩૨ પરીક્ષાર્થીઓ કસોટી આપશે.

(3:08 pm IST)