Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

૩૭ વર્ષમાં ૩.૫૦ લાખ લોકોને રકત દાન આપ્યું

લાઇફ બ્લડ સેન્ટરનો ૩૮માં વર્ષમાં મંગલ પ્રવેશ

 રાજકોટઃ સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ૧૯૮૧માં રાજકોટમાં સ્થાપવામાં આવેલી રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંક એન્ડ રીસર્ચ સેન્ટર હવે રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંક એન્ડ રીસર્ચ સેન્ટર લાઇફ બ્લડ સેન્ટર તરીકે ઓળખાય છે અને છઠ્ઠી ડિસેમ્બરે સ્થાપનાના ૩૭ વર્ષ પુરા કરીને ૩૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે આ પ્રસંગે યોજાયેલા એક સમારોહમાં આવનારા દિવસોમાં માનવસેવાનું આ કાર્ય વધુ અસરદાર થાય તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

 લાઇફ બ્લડ સેન્ટરે અત્યાર સુધીમાં ૬ લાખથી વધુ યુનિટ રકત જરૂરતમંદ દર્દીઓને આપ્યું છે. તથા ૩.૫૦ લાખથી વધુ લોકોને નવજીવન આપ્યા છે. સલામત અને ગુણવતા યુકત રકત પુરૂ પાડતુ લાઇફ બ્લડ સેન્ટર વિશ્વાસનું પ્રતિક બની ગયું છે.

 આ બ્લડ બેંકમાં ' CHLIA ' ટેકનોલોજીથી રકતઘટકોની તપાસ, 'એફેરેસીસ પ્રક્રિયા' ઉપરાંત તદન અધતન કહેવાય એવી 'એડવાન્સ રેડ સેલ સીરોલોજી અને ફીનોટાઇપીંગ' જેવી ટેકનોલોજી ઉપલબ્ધ છે. લાઇફ બ્લડ સેન્ટરે હંમેશા સ્વૈચિછક રકતદાનને જ મહત્વ આપ્યું છે. આ બ્લડ સેન્ટર તેની પાસે રહેતી અત્યાધુનીક ટેકનોલોજીને કારણે જ દેશના ટોચના બ્લડ સેન્ટરોમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. 'નેટ' ટેસ્ટેડ લોહી આપવામાં આવે છે. વધુમાં આ બ્લડ સેન્ટરમાં એકસ-રે બ્લડ ઇરેડીયેટર ટેકનોલોજી અપનાવવામાં આવી છે. લાઇફ બ્લડ સેન્ટરને IS0-9001: ૨૦૧૫ સર્ટીફીકેટ મળેલુ છે . અને તે 24*7કાર્યરત છે. આ બ્લડ સેન્ટરમાં ચાલતા થેલેસેમીયા કેન્દ્રમાં ૭ લાખથી વધુ લોકોનો થેલેસેમીયા ટેસ્ટ કરવામાં આવ્યો હોવાનો ટ્રસ્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

ભારતની વસ્તી સવા અબજના આંકને પાર કરી ગઇ છે પરંતુ રકતદાતાની સંખ્યા વસ્તીનાં એક ટકા જેટલી પણ નથી. દેશના અનેક રાજયોમાં સમયસર સલામત અથવા પુરતુ લોહી નથી મળતું આપણાં દેશમાં દર વર્ષે ૧.૨૦ કરોડ યુનિટ લોહીની જરૂરીયાત સામે ૯૦ લાખ યુનિટ લોહી ઉપલબ્ધ છે.

લાઇફ બ્લડ સેન્ટર દ્વારા સ્વૈચ્છિક રકતદાનની પ્રવૃતિને વેગ આપવા સમયાંતરે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. લોકોને રકતદાન માટે અપીલ પણ કરવામાં આવે છે. થેલેસેમીયા નાબુદી માટે અભિયાન ચલાવવામાં આવે છે.

સ્વ. મધર ટેરેસા, સ્વ. રાજીવ ગાંધી ઉપરાંત શ્રી અમિતાભ બચ્ચન, શ્રી મતી જયા બચ્ચન, શ્રીમતી શબાના આઝમી, શ્રી સચિન તેંડુલકર, પૂજય મોરારીબાપુ અને પૂજય નમ્રમુનિ મહારાજ સહિતના વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવો પ્રભાવીત થયા હોવાનો ટ્રસ્ટની યાદીમાં દાવો કરવામાં આવે છે.

(12:00 pm IST)