Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

જંગલેશ્વરમાં 'કટીંગ' વખતે જ પોલીસ ત્રાટકીઃ ૨૮૮૦૦નો વિદેશી દારૂ કબ્જે

ભકિતનગર પોલીસની કાર્યવાહીઃ ધવલ ઉર્ફ સીન અને સાથેના શખ્સની શોધ

રાજકોટ તા. ૧૧: જંગલેશ્વર મેઇન રોડ પર પોલીસને જોઇ બે શખ્સ રૂ. ૨૮૮૦૦નો ૪૮ બોટલ દારૂ અને વાસ્પા રેઢુ મુકી ભાગી જતાં પોલીસે મુદ્દામાલ કબ્જે કરી બંનેની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, નિલેષભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા, દિપકભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વાલજીભાઇ જાડા, સલિમભાઇ મકરાણી, પ્રવિણભાઇ ગઢવી, રાણાભાઇ કુગશીયા અને ભાવીનભાઇ ગઢવી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ભાવેશભાઇ મકવાણા અને દેવાભાઇને બાતમી મળતાં જંગલેશ્વર રેઇન બેસરા સામે પ્રણામી ચોકમાં દારૂના કટીંગ વખતે જ દરોડો પાડતાં ધવલ ઉર્ફ સીન સોની અને તેની સાથેનો શખ્સ વાસ્પા નં. જીજે૩એનએન-૩૪૫૩ મુકી ભાગી ગયા હતાં. પોલીસે તપાસ કરતાં વાસ્પામાં રાખેલા થેલામાંથી ૪૮ બોટલ દારૂ મળતાં તે તથા વાહન મળી રૂ. ૩૧૮૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ભાગી ગયેલા બંનેની શોધખોળ થઇ રહી છે.

(3:56 pm IST)