Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

સદ્દગુરૂ સેવા ટ્રસ્ટ દ્વારા મધ્યપ્રદેશના આનંદપુર ગામે નેત્રયજ્ઞ : ૨૯૪૧ દર્દીને નવી દૃષ્ટિ

ઓપરેશન બાદ ગરમ ધાબળો - ચશ્મા વિતરણઃ પ્રચાર કાર્યમાં કાલે વધુ એક ટીમ રવાના

રાજકોટ, તા. ૧૧ : શ્રી સદ્દગુરૂ સેવા સંઘ ટ્રસ્ટ તથા શ્રી સદ્દગુરૂ સેવા સેતુ પરિવાર રાજકોટ, ગુના, મુંબઈના સહકારથી મધ્યપ્રદેશના આનંદપુર ગામમાં એક મહિના સુધી નેત્રયજ્ઞનું આયોજન ચાલી રહ્યુ છે. તેમાં અત્યાર સુધીમાં ૮૪૬૨  દર્દીઓને તપાસવામાં આવેલ અને ૨૯૪૧ દર્દીઓને નવી દૃષ્ટિ પ્રાપ્ત થયેલ છે.

આનંદપુરથી ૩૦૦ કિ. મી. ઝાલાવાડ (રાજસ્થાન) સુધી દર્દીઓને લઈ આવીને ઓપરેશન બાદ એક ગરમ ધાબળો તથા એક ચશ્મા આપી અને ૩૦૦ કિ. મી. વિનામૂલ્યે મૂકી આપવામાં આવે છે. હાલમાં એક ટીમ સેવામાં છે અને બીજી ટીમ આવતીકાલે રવાના થઈ રહી છે. પૂ.હરિચરણદાસજી બાપુની શુભેચ્છાઓ સાથે રામાયણ કથાકાર રમાબેન હરીયાણીના હસ્તે દિપ પ્રાગટ્ય કરી નેત્રયજ્ઞ ખુલ્લો મૂકવામાં આવેલ. પ્રચાર કાર્ર્યમાં પણ ચાર ટીમ લાગેલ છે. વધુ વિગત માટે ચંદ્રેશ દત્તાણી મો. ૯૮૨૪૨ ૦૦૬૦૫નો સંપર્ક કરવા શ્રી જયદેવ ઓઝાની યાદીમાં  જણાવાયુ છે.

(3:30 pm IST)