Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

રાજકોટ શહેર-જીલ્લાની ૮ વિધાનસભા બેઠકોના ઉમેદવારોનું 'ભાવી' લોકરમાં સીલ

કણકોટ એન્જીનીયરીંગ કલેજ ખાતે જડબેસલાક બંદોબસ્ત વચ્ચે લોકર રૂમમાં ઇવીએમમાં મુકી તાળા લગાવાયાઃ ૧૮મીએ મતણતરી સુધી કમાન્ડો-પોલીસનું અભેદ્ય સુરક્ષા કવચઃ મત ગણતરી માટે પ૦૦ કર્મચારીની ફોજ લગાડાશે

હવે ૧૮ મીની રાહ :.. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કામાં યોજાયેલ રાજકોટ શહેર જીલ્લાની ૮ બેઠકોનાં તમામ ઇવીએમ કણકોટ સરકારી એન્જીનીયરીંગ કોલેજમાં આવેલ લોકરોમાં સીલ કરી દેવાયા છે.   તસ્વીરમાં જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે સહિતનાં અધિકારીઓએ આ લોકર રૂમની સુરક્ષા સહિતથી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ હતું. તે દર્શાય છે. અન્ય તસ્વીરમાં જયાં લોકર રૂમ છે. તેની બહાર કમ્પાઉન્ડમાં હથિયારધારી પોલીસ ટૂકડીઓનો ચુસ્ત બંદોબસ્ત દર્શાય છે. નીચેની તસ્વીરમાં બે-બે 'કમાન્ડો' ની અભેદ્ય સુરક્ષા વચ્ચે લોકર રૂમ દર્શાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧ :.. ગુજરાતની વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કામાં ૯ મીએ રાજકોટ વિધાનસભાની ૮ બેઠકોમાં મતદાન પુર્ણ થઇ ગયુ છે. ત્યારે હવે તમામ ઇવીએમ કણકોટ સરકારી ઇજનેરી કોલેજ ખાતેનાં લોકરમાં સીલ કરી દેવાયા છે.

આ લોકર ત્થા કોલેજ કેમ્પસમાં ૧૮ મીએ મત ગણતરી સુધી ર૪ કલાક હથિયારધારી પોલીસ અને કમાન્ડો જવાનોનું અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવી દેવાયું છે.

નોંધનીય છે કે ૧૮ મીએ કણકોટ એન્જીનીયરીંગ કોલેજમાં જ તમામ ૮ બેઠકોની મત ગણતરી એકી સાથે જ સવારથી શરૂ કરી દેવાશે. આ માટે પ૦૦ કર્મચારીઓની ફોજ કામે લગાડાશે જેનાં ઓર્ડરો પણ આપી દેવાયા છે.

મત ગણતરી માટે ૧૪ ટેબલો ગોઠવવામાં આવશે. ૧-૧ રાઉડ મુજબ ગણતરી થશે. તેમ સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.

(3:28 pm IST)