Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફલૂ વોર્ડમાં મહિલાનું મોતઃ રિપોર્ટ આવવાનો બાકી

ડીસા સાસરૂ ધરાવતી મહિલા રાજકોટ માવતરે આવી'તી

રાજકોટ તા.૧૧: શહેરની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના એક પણ દર્દી નથી. જો કે ગત રાત્રે એક મહિલાને સ્વાઇન ફલૂની શંકા સાથે સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફલૂ વોર્ડમાં દાખલ કરાઇ હતી. તેનો આજે સાંજે રિપોર્ટ આવે  એ પહેલા જ સવારે દમ તોડી દીધો છે.

જાણવા મળ્યા મુજબ ડીસા સાસરૂ ધરાવતી ૨૭ વર્ષની બ્રહ્મક્ષત્રીય પરિણીતાને કેટલાક દિવસથી તાવ, શરદી, ઉધરસ થતાં ત્યાંના ડોકટરે અમદાવાદ કે રાજકોટ હોસ્પિટલમાં લઇ જવા કહ્યું હતું. તેણીના માવતર રાજકોટ રહેતાં હોઇ ગઇકાલે સાંજે રાજકોટ આવી હતી અને રાત્રે સિવિલના સ્વાઇન ફલૂ વોર્ડમાંદાખલ કરવામાં આવતાં લોહી-કફના નમુના લઇ લેબોરેટરીમાં મોકલાયા હતાં. જેનો રિપોર્ટ સાંજે જાહેર થશે. એ પહેલા જ તેણીનું મોત નિપજ્યું છે.

(11:57 am IST)