Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

રાજકોટ બાર એસો.ની ચૂંટણી અરજીનો હાઇકોર્ટમાં સુખદ નિકાલઃ ચૂંટણી યોજાશે

'વન બાર વન વોટ' મુજબ ૧પ ફેબ્રુઆરી પહેલા નવી ચૂંટણી યોજવા ત્થા ર૦૧૭ ની ચૂંટણીના મતો રદ કરવા પક્ષકારો વચ્ચે સંમતિ અપાતા સુખદ સમાધાનઃ 'કોઇની હાર નહિ કોઇની જીત નહિ' તેવું વલણ અપનાવતા ઘીના ઠામમાં ઘી પડી ગયુ

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ બાર એસોસીએશનની ગત જાન્યુઆરી ર૦૧૭ માં યોજાયેલ ચૂંટણી 'વન બાર વન વોટ' ના નિયમ વિરૂધ્ધ યોજાતી હોવા સબબ રાજકોટના એડવોકેટ શ્રી હેમલભાઇ ગોહેલએ ગુજરાત હાઇકોર્ટમાં ચૂંટણી રદ કરવા પીટીશન દાખલ કરતા ગુજરાત હાઇકોર્ટે તે ચૂંટણીનું પરીણામ જાહેર કરવા સામે રાજકોટ બાર એસોસીએશન વિરૂધ્ધ વચ્ચગાળાનો મનાઇ હુકમ ફરમાવેલ. ત્યારબાદ સદરહું પીટીશન ફાઇનલ હીયરીંગ ઉપર આવતા ગુજરાત હાઇકોર્ટમાં ચાલુ કાર્યવાહીએ પક્ષકારો વચ્ચે સમાધાન થતાં રાજકોટ બાર એસોસીએશન દ્વારા નવી ચૂંટણી 'વન બાર વન વોટ'નાં નિયમ મુજબ આગામી તારીખ ૧પ ફેબ્રુઆરી પહેલા યોજવાનો તથા ગત પરીણામ જાહેર ન થયેલ ચૂંટણીના તમામ મતો ડીસ્ટ્રોઇ કરવાનો ગુજરાત હાઇકોર્ટએ હુકમ કરી પીટીશન ડીસ્પોઝ કરેલ છે.

આ અંગેની ટૂંકમાં હકિકત એવી છે કે સર્વોચ્ચ અદાલતના એક ચૂકાદા ઉપરથી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ વર્ષ ર૦૧પ માં દેશના તમામ બાર એસોઅસીએશનને 'વન બાર વન વોટ'ના નિયમ મુજબ ચૂંટણી યોજવા નોટીફીકેશન બહાર પાડેલ હતું. પરંતુ રાજકોટ બાર એસોસીએશન દ્વારા વર્ષ ર૦૧૭ નાં હોદેદારો માટે ચૂંટણી તે નિયમ મુજબ ન થતા ચૂંટણી અગાઉ રાજકોટ બાર એસોસીએશનના સભ્ય એડવોકેટ શ્રી હેમલ ગોહેલએ ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીને પડકારતી એક પીટીશન દાખલ કરી વર્ષ ર૦૧૭ નાં હોદેદારોની રાજકોટ બાર એસોસીએશનની  ચૂંટણીને પડકારતી એક પીટીશન દાખલ કરી વર્ષ ર૦૧૭ નાં હોદેદારોની રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી 'વન બાર વન વોટ' મુજબ યોજાઇ તેઓ હુકમ કરવા અરજ કરેલ.

ત્યારબાદ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના રૂલ્સ ર૦૧પ મુજબ વર્ષ ર૦૧૮ ના સાલના હોદેદારો માટે રાજયના તમામ બાર એસોસીએશનની ચૂંટણી તા. રર-૧ર-ર૦૧૭ ના રોજ યોજવાનું નકકી કરેલ. જે અંગે રાજકોટ બાર એસોસીએશનએ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને વર્ષ ર૦૧૭ ની ચૂંટણીના પરીણામ જાહેર કરવા સામે મનાઇ હુકમ હોઇ તેમજ પીટીશન ગુજરાત હાઇકોર્ટના હુકમની અવમાનના થાય તેવા સંજોગો ઉભા ન થાય તે માટે થઇ ને વર્ષ ર૦૧૮ ની ચૂંટણી કરવા માટે ગુજરાત હાઇકોર્ટની પરવાનગી લેવાનો ઠરાવ કરેલ તેમજ પીટીશનર  બીનશરતી માફી માંગે તો અને પીટીશન વિડ્રો કરે તો બાર એસોસીએશનને કોઇ વાંધો નથી તેવો ઠરાવ કરેલ. જે સામે પીટીશનર હેમલ ગોહેલએ બિનશરતી કે કોઇપણ પ્રકારની માફી માંગવા કે મેટર વિડે કરવા માટે સ્પષ્ટ શબ્દોમાં રાજકોટ બાર એસોસીએશનને ના પાડી દીધેલ.

ત્યારબાદ તા.૮/૧ર/ર૦૧૭ ના રોજ સદરહું પીટીશન ફાઇનલ હિયરીંગ ઉપર આવતા પીટીશનરના એડવોકેટ યતિનભાઇ સોનીએ ગુજરાત હાઇકોર્ટમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના વન બાર વન વોટ ના ઠરાવ તથા સુપ્રીમ કોર્ટનો ચુકાદો તથા અન્ય કાયદાકીય તથા હકિકત વિષયક દલીલો કરેલ.

તેઓની દલીલ પુર્ણ થતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા તમામ પક્ષકારોને વકિલોનો પ્રશ્ન હોઇ જેથી સમાધાનકારી વલણ અપનાવવા સુચન કરતા રાજકોટ બાર એસોસીએશનએ આગામી ચુંટણી-૧પ ફેબ્રુઆરી પહેલા યોજી લેવા તથા તે ચુંટણી વન બાર વન વોટના નિયમ મુજબ જ યોજવા તેમજ વર્ષ ર૦૧૭ ની ચુંટણીના મત ગણતરી બાકી હતી તે તમામ મતો ડિસ્ટ્રોઇ કરવા સંમતી આપતા તમામ પક્ષકારો વચ્ચે સમાધાન થયેલ.

ગુજરાત હાઇકોર્ટએ તે સમાધાનના આધારે આગામી ચુંટણી રાજકોટ બાર એસોસીએશનએ ૧પ ફેબ્રુઆરી ર૦૧૮ પહેલા વન બાર વન વોટ ના નિયમ પ્રમાણે યોજવા તથા ગત ચુંટણીના મતો ગણતરી વગરે ડિસ્ટ્રોઇ કરવાનો હુકમ કરી પીટીશનનો નિકાલ કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમાધાનના ભાગરૂપે તમામ પક્ષકારોએ એકબીજા સામેના આક્ષેપો-પ્રતિઆક્ષેપો પડતા મુકેલ અને પીટીશનમાં કોઇની જીત નહિ, કોઇની હાર નહિ તેમજ કોઇ માફામાફી નહિં તેઓ હકારાત્મક વલણ અપનાવેલ. હતું.

આ કામમાં પીટીશનર હેમલ ગોહેલને સદરહું પીટીશન દાખલ થઇ ત્યારથી આજદિન સુધી સંપૂર્ણ કાયદાકીય માર્ગદર્શન રાજકોટના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્યામલભાઇ સોનપાલએ પુરૂ પાડેલછહતું.

આ કામમાં પીટીશનર હેમલ ગોહેલ વતી હાઇકોર્ટના એડવોકેટ યનિતભાઇ સોની તથા કવીતાબેન તન્ના રોકાયેલ હતા તથા રિસ્પોન્ડન્ટ રાજકોટ બાર એસોસીએશન વતી સીનીયર કાઉન્સીલ અમિતભાઇ પંચાલ તથા સિધ્ધાર્થ ઝા તેમજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત વતી હાઇકોર્ટના એડવોકેટ રૂપલબેન પટેલ તથા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા વતી એડવોકેટ મનન શાહ રોકાયેલ હતા.  (પ.૬)

 

(12:32 pm IST)