Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

જીવદયા ગ્રુપ દ્વારા ગૌશાળામાં ખોળ અર્પણ

જંકશન પ્લોટ મેઇન રોડ પર સેવારત જીવદયા ગ્રુપ દ્વારા તાજેતરમાં મોરબી રોડ પર કાગદડી પાસે ખોડીયાર આશ્રમ સંચાલિત મારૂતિ ગૌ શાળામાં છ ગુણી ખોળ ગૌ માતાઓ માટે અર્પણ કરી જીવદયાનું કાર્ય કરાયુ હતુ. આ પ્રસંગે ગૌશાળાના શ્રી જયરામદાસબાપુએ આશીર્વચનો ઉચ્ચાર્યા હતા. આ સેવાકાર્યમાં ભીખુભાઇ ભરવાડા, વસંતભાઇ કામદાર, નીરવ સંઘવી, પ્રકાશ મોદી, જયદીપ ભરવાડા, રાજુભાઇ મોદી, ઋષભ વખારીયા, હેમા મોદી, હેતલ મહેતા, પારસ મોદી, હીતેષ મોદી, પરાગ જસાણી, હીમાંશુ ચીનોય, સમીર કામદાર, હીરેન કામદાર, અજય વખારીયા, વિરેન્દ્ર સંઘવી, રમેશ દોમડીયા, સુરીલ મોદી, જીજ્ઞા મોદી, સુનીલ દામાણી, હર્ષદ મહેતા, પરીન પારેખ, ભરત બોરડીયા, સોનુભાઇ, આશીષ પંડયા વગેરે સાથે જોડાયા હતા.

 

(12:34 pm IST)