Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

રાજ્કોટમાં ટિકિટ ફાળવણીથી વધુ એક સમાજ નારાજ થયો

રાજ્યમાં ચૂંટણીનો જોરદાર ધમધમાટ : રાજકોટ પશ્ચિમ બેઠક પર રઘુવંશીને સ્થાન ન અપાતા કચવાટ ઉભો થયો અને રઘુવંશી સમાજે ભાજપ સામે નારાજગી

રાજકોટ, તા.૧૧ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધામટ ચાલી રહ્યો છે. બીજેપીએ ગઈ કાલે ભાજપે બન્ને તબક્કાની ચૂંટણી માટેના ૧૬૦ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બાજેપીએ ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કરતાં જ કેટલીક સીટો પર નારાજગી સામે આવવા લાગી છે. રાજકોટમાં વધુ એક સમાજ ભાજપથી નારાજ થયો છે.

રાજકોટમાં ભાજપના ઉમેદવાર સિલેક્શનની નારાજગી જોવા મળી છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર રઘુવંશીને સ્થાન ન અપાતા કચવાટ ઉભો થયો અને રઘુવંશી સમાજે ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી છે. રઘુવંશી સમાજે સોશિયલ મીડિયામાં ભઆજપ સામે રોષ વ્યક્ત કર્યો છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર ભઆજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણીની પસંદગી નિશ્ચિત હતી ત્યારે અંતે ઉમેદવારની યાદીમાં દર્શિતા શાહનું નામ આવતા રઘુવંશી સમાજ ભારે રોષે ભરાયો છે.  ગુજરાતમાં ચૂંટણીનો રસાકસી ભર્યો જંગ જામ્યો છે. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમદવારોની યાદી જાહેર કરી દીધી છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં ભાજપે મંત્રી રૈયાણી સહિત તમામ એમએલએની બાદબાકી કરી નવા ચહેરાઓને ટીકીટ આપી છે. બીજી તરફ જે ઉમેદવારોએ સમાજના નામે ટિકિટની માંગ કરી હતી તેમને ટિકિટ ન મળતા રોષે ભરાયા છે. ભાજપના જુના અગ્રણી અને આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ સોલંકી નો વિરોધ યથાવત છે. રાજકોટ શહેર ભઆજપના આગેવાન સામે નરેન્દ્ર સોલંકીએ ભારે આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ દક્ષિણ બેઠક પર વિશ્વકર્મા સમાજ ની અવગણના ભારે પડશે. નરેન્દ્ર બાપુ આજે રાત્રે સોશિયલ મીડિયા પર લાઈવ થશે. નરેન્દ્ર બાપુ અપક્ષ તરીકે દક્ષિણ બેઠકમાં ઉતરશે. ભાજપે સાધુ સંતોને પણ ટિકીટ નથી આપી તેમનો પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજકોટની દક્ષિણ બેઠક પર ભાજપે ગોવિંદ પટેલનું પત્તુ કાપી રમેશ ટિલાળાને ટિકીટ આપી છે.

 

(7:24 pm IST)