Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

એટ્રોસીટી અને મારામારીના ગુનામાં ફરાર વિપુલ વાંક પકડાયો

માલવીયાનગર પોલીસે જામનગર રોડ પરથી દબોચ્‍યો

રાજકોટ,તા. ૧૧ : શહેરના માલવીયાનગર વિસ્‍તારમાં થયેલી મારામારી અને એટ્રોસીટીના ગુનામાં નાસતા ફરતા શખ્‍સને માલવીયાનગર પોલીસે જામનગર રોડ પરથી પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ માલવીયાનગર વિસ્‍તારમાં થયેલી મારામારી અને એટ્રોસીટીના ગુનામાં આરોપીને પકડી પાડવા માટે પોલીસ પોલીસ કર્મીશ્વરની સુચનાથી માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. આઇ.એન.સાવલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એસ. મહેશ્વરી તથા હેડ કોન્‍સ. મસરીભાઇ, રવીભાઇ, અજયભાઇ, ભાવેશભાઇ, અંકીતભાઇ, હિરેનભાઇ,રઘુવીરસિંહ, હરસુખભાઇ, કૃષ્‍ણદેવસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્‍યારે હેડ કોન્‍સ. મસરીભાઇ ભાવેશભાઇ અને કૃષ્‍ણદેવસિંહને બાતમી મળતા વિપુલ કાનાભાઇ વાંક (ઉવ.૩૯) (રહે.ગોલ્‍ડ કોઇન સોસાયટી શેરી નં. ૧ લક્ષ્મીનગરના નાલા પાસે)ને જામનગર રોડ પરથી પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:48 pm IST)