Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

બેડીપરા પોલીસ ચોકી પાસેથી ઇકો કારમાં શંકાસ્‍પદ તાંબાના વાયર સાથે દશરથ પકડાયો

ડીસીપી ઝોન-૧ની એલસીબીન ટીમે વેળાવદર ગામના શખ્‍સને પકડી ૪૫ હજારનો વાયર કબ્‍જે કરી તપાસ આદરી

રાજકોટ,તા. ૧૧ : કુવાડવા રોડ બેડીપરા પોલીસ ચોકી પાસેથી ડીસીપી ઝોન-૧ની એલસીબીની ટીમે બાતમીના આધારે ઇકો કારમાંથી શંકાસ્‍પદ તાંબાના વાયર સાથે વેળાવદર ગામના શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ બેડીપરા પોલીસ ચોકડી પાસેથી એક ઇકો કારમાં શંકાસ્‍પદ તાંબાનો વાયર વેંચવા નીકળ્‍યો હોવાની ડીસીપી ઝોન-૧ની એલ.સી.બી.ના કોન્‍સ. સત્‍યજીતસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર તથા દીવ્‍યરાજસિંહ જાડેજાને બાતમી મળતા બેડીપરા પોલીસ ચોકી સામેથી જીજે-૧૩એએમ-૫૭૮૭ નંબરની ઇકોકારને શંકાના આધારે રોકી તલાશી લેતા તેમાંથી રૂા. ૪૫ હજારની કિંમતનો ૧૦૦ કિલો તાંબાનો શંકાસ્‍પદ વાયર મળી આવતા ચાલક દશરથ દાજીભાઇ ઝંઝરીયા (ઉવ.૨૪)ને પકડી પુછપરછ કરતા તે સંતોષકારક જવાબ ન આપતા તેને પકડી વાયરનો જથ્‍થો, ઇકો કાર અને મોબાઇલ મળી રૂા. ૩,૫૨,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી તપાસ હાથ ધરી છે. આ કામગીરી પી.એસ.આઇ. બી.વી.બોરીસાગર, એ.એસ.આઇ આર.એચ. કોડીયાતર, હેડ કોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. જીતુભા, રવિરાજભાઇ, હિતેશભાઇ, દીવ્‍યેરાજસિંહ, સત્‍યજીતસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(4:45 pm IST)