Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

જંગલેશ્વર અંકુર સોસાયટીના ધો-૧૦ના છાત્ર શેઝાનને બીજા છાત્રએ પરીકના ઘા ઝીંક્‍યા

પટેલ સોસાયટીમાં ટયુશન ક્‍લાસ પાસે મશ્‍કરી કરવાની ના પાડતાં જમીલ તૂટી પડયો

રાજકોટ તા. ૧૧: જંગલેશ્વર અંકુર સોસાયટી-૧૭માં રહેતાં અને રાજમંદિર સ્‍કૂલમાં ધોરણ-૧૦માં અભ્‍યાસ કરતાં શેઝાન ઇરફાનભાઇ મેતર (ઉ.૧૭)ને રાતે નવેક વાગ્‍યે પટેલ સોસાયટી-૭માં ટયુશન કલાસીસ પાસે હતો ત્‍યારે તેની સાથે જ અહિ ભણવા આવતાં જમીલ સુમરા અને અજાણ્‍યાએ મારકુટ કરતાં અને ગળા પર પરીકરના ત્રણેક ઘા ઝીંકી દેતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

જમીલના પિતા ઇફરાનભાઇ મેતર ડ્રાઇવીંગ કરે છે. તેમણે કહ્યુ઼ હતું કે ટયુશન કલાસ પાસે જમીલ અને બીજો કોઇ છોકરો મશ્‍કરી કરતાં હોઇ મારા દિકરા શેઝાને તેણે આવું કરવાની ના પાડતાં ઝઘડો કરી તેના પર હુમલો કરવામાં આવ્‍યો હતો. પોલીસે ઘટના અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.

(4:43 pm IST)