Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

પડધરીના હડમતીયા ગામે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો

રાજકોટ, તા. ૧૧ :  પડધરીના હડમતીયા ગામે ક્રિકેટના સટ્ટા ઉપર પોલીસે દરોડો પાડી એક શખ્‍સને ઝડપી લીધો હતો. જયારે બીજાની શોધખોળ હાથ ધરાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના હડમતીયા ગામે અનિરૂધ્‍ધસિંહ હરીસિંહ જાડેજા રહે. હડમતીયા પોતાના મોબાઇલમાં એપ દ્વારા ટી-ર૦ વલ્‍ડકપમાં ભારત-ઇંગ્‍લેન્‍ડના લાઇવ ક્રિકેટ મેચમાં રનફેરનો જુગાર રમતો હોય પડધરીના એ.એસ.આઇ. એમ.એફ. ચૌહાણ સહિતના સ્‍ટાફે મોબાઇલ તથા રોકડ રૂા. ૪૮૦૦ મળી કુલ ૧૪,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ અનિરૂધ્‍ધસિંહ મિતાણાના વિક્રમ બોરીચા સાથે રનફેરનો જુગાર રમતો હોવાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. 

 

(4:42 pm IST)