Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ગેસના બાટલા - એસટી બસોમાં લોકો - મુસાફરોને અવસર લોકશાહીના સ્‍ટીકર્સ - મતદાન ફરજની યાદ આપશે

રાજકોટ તા. ૧૧ : આવ્‍યો છે અવસર લોકશાહીનો, મતદાન ચૂકશો નહીં, આ મેસેજની ઘરે-ઘરે ડીલેવરી પણ થશે ગેસ સિલિન્‍ડર સાથે. આ નવતર પ્રયોગ હેઠળ જનજાગૃતિ અર્થે આ આપણા સૌનો રૂડો અવસર છે અને મતદાન ચોક્કસ કરવું જોઈએ અને વધુ ને વધુ મતદાન થાય તે હેતુથી ગેસના બાટલા પર સ્‍ટીકર લગાડી આ સિલિન્‍ડરની ડીલેવરી કરવામાં આવશે. જિલ્લા પૂરવઠા અધિકારી અવનિબેન હરણે કહ્યું કે અંદાજે ૭ હજાર જેટલા ગેસના બાટલામાં આ સ્‍ટીકર્સ લગાડવામાં આવ્‍યા હોઈ જેથી ઘરે ઘરે સતત યાદ અપાવશે કે મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે.

આજ રીતે ગુજરાત રાજય માર્ગ પરિવહનની બસોમાં પણ ‘અવસર લોકશાહીનો'ના મતદાન જાગૃતિના સ્‍ટીકર્સ સામે જોવા મળશે. બસોમાં મોટા પાયે લોકો પરિવહન કરતા હોઈ તેમના ધ્‍યાને સતત આ મેસેજ નજરે ચડશે અને આપણે પણ મતદાન કરવું જોઈએ તે સતત યાદ અપાવતુ રહે તે માટે એસ.ટી. બસ મદદરૂપ બનશે.

રાજકોટ જિલ્લામાં પાંચ ડેપો હેઠળની ૨૪૦ જેટલી બસોમાં આ સ્‍ટીકર્સ અંદર તેમજ બહારની બાજુ લગાડવામાં આવ્‍યા હોવાનું  વિભાગીય નિયામક જે બી કારોતરાએ માહિતી આપતા જણાવ્‍યું છે.

(5:18 pm IST)