Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ભાનુબેનની મિલ્‍કત ર૭ લાખ : પતિની મીલ્‍કત ૮૧ લાખઃ ર૭ હજાર હાથ ઉપર રોકડ

રાજકોટ-૭૧ ના મહિલા ઉમેદવારનો બી.એ.સુધીનો અભ્‍યાસઃ એક પણ કેસ નથીઃ પ૦૦ ગ્રામ સોનુ છે : પતિ મનોહરભાઇના નામે બે રહેણાંક મકાનોઃ ભાગીદારીમાં ઓફીસ અને ૧૦૦ ગ્રામ સોનુઃ અરડોઇ ગામે ૧૪ લાખની જમીન : પતિ મનોહર પાસે ૭પ લાખની જમીન સહીત ૧ કરોડ પ૮ લાખની સ્‍થાવર-જંગમ મિલ્‍કતોઃ પતિ ઉપર ૧૬ લાખનું દેણુ

રાજકોટ તા. ૧૧ : શહેરની ગ્રામ્‍ય બેઠકના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયા ચૂંટણી લડનાર છે. તેમણે ચૂંટણી સોંગદનામાં જાહેર કર્યા મુજબ ર૧-રર માં ૪.૯૦ લાખનું રીટર્ન ભર્યુ છે. જયારે પતિ મનોહરભાઇએ પ લાખનું રીટર્ન ફાઇલ કર્યુ છે. ભાનુબેન ઉપર કોઇ કેસ નોંધાયેલ નથી. ભાનુબેનના હાથ ઉપર ર૭ હજાર, પતિ મનોહરભાઇના હાથ ઉપર ૩૬ હજાર રોકડ છે.

ભાનુબેનના ખાતામાં ૧.પ૦ લાખ, પતિ મનોહરભાઇના ખાતામાં પ લાખની બેંક ખાતામાં થાપણો છે. મનોહરભાઇનું ૧૪ લાખનું શેરબજારમાં રોકાણ ઉપરાંત એલઆઇસીમાં ૩૧ લાખની પોલીસી ધરાવે છે. તેમના નામે બે સ્‍કુટર અને ૧ કાર રૂા. ર૪ લાખની કિંમતના વાહનો ધરાવે છે. ભાનુબેન પાસે રપ લાખનું પ૦૦ ગ્રામ સોનું ધરાવે છે.

ઉપરાંત ભાનુબેન અરડોઇમાં ૧-૪૬-૭૦ હેકટર અને પતિ મનોહરભાઇ લાપસરી અને કોઠારીયામાં ૩ હેકટર આસપાસની કુલ ૮૯ લાખની ખેતીની જમીન ધરાવે છે. જયારે સાણંદ ખાતે મનોહરભાઇના નામે ર૧૦૦ ચો. મી.નાો ૮ લાખનો બિનખેતી પ્‍લોટ ધરાવે છે. ઉપરાંત બે ઓફીસમાં ૩૩ ટકા ભાગ ધરાવે છે. જેની ૧૦ લાખની કિંમત છે.

મનોહરભાઇના નામે થોરાળા અને અનામિકા સોસાયટીમાં ૬પ લાખની કિંમતના બે મકાનો છે. આમ તેમની બન્નેની કુલ મિલ્‍કતો ૧.૭ર કરોડ જેટલી થાય છે.

(4:33 pm IST)