Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

રિજીયોનલ સાયન્‍સ સેન્‍ટર દ્વારા કાલે ‘બર્ડ ફોટોગ્રાફી સ્‍પર્ધા'

રાજકોટ તા. ૧૧ :.. રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર રાજકોટ ગુજરાત કાઉન્‍સીલ ઓન સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ‘બર્ડ ફોટોગ્રાફી કોન્‍ટેસ્‍ટ' લોકો માટે, લોકો દ્વારા પહેલ હેઠળ બર્ડસ ઓફ રાજકોટ વિષય પર સ્‍પર્ધા કાલે તા. ૧ર નાં યોજાશે.

સ્‍પર્ધામાં ભાગ લીધેલ ફોટોગ્રાફસનું પ્રદર્શન બર્ડ મેન ઓફ ઇન્‍ડીયા શ્રી સલીમ અલી સાહેબની જન્‍મજયંતિ પર ગોઠવવામાં આવશે.

આ ઇવેન્‍ટનો ભાગ થવા માટે રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર-રાજકોટ ઇશ્વરીયા પાર્ક પાસે, માધાપર, રાજકોટ ઉપર અથવા વધુ માહિતી અને ભાગ લેવા માટે  httds://forms.gte/2UszKTSowze482LWA  ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

આ સ્‍પર્ધાના વિજેતાઓની પસંદગી મુલાકાતીઓ દ્વારા વોટિંગ મારફત કરવામાં આવશે. 

(4:32 pm IST)