Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ઇન્‍ડિયન લાયન્‍સ કલબનું રવિવારે સ્‍નેહમિલન

ચીફ પેટ્રોન હિતેષભાઇ પંડયાની ઉપસ્‍થિતીમાં રમત ગમત, રાસ ગરબા, અંતાક્ષરી, કરાઓકે સહીતના કાર્યક્રમો

રાજકોટ તા. ૧૧ : ઇન્‍ડિયન લાયન્‍સ કલબ રાજકોટની તમામ કલબના સંયુકત ઉપક્રમે આગામી તા. ૧૩ ના બી. જી. ગરૈયા આયુર્વેદ અને હોમીયોપેથીક કોલેજ કાળીપાટ ખાતે સ્‍નેહ મિલનનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે આ અંગેની વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે ઇન્‍ડિયન લાયન્‍સ રાષ્‍ટ્રવાદી, સેવાકીય અને પારિવારિક સંસ્‍થા છે. જેના દ્વારા રાજકોટ ઇન્‍ડિયન લાયન્‍સ વાયબ્રન્‍ટ, ઈન્‍ડિયન લાયન્‍સ ઉડાન, ઇન્‍ડિયન લાયન્‍સ  અચીવર્સ, ઇન્‍ડિયન લાયન્‍સ ફ્રેન્‍ડસ, ઇન્‍ડિયન લાયન્‍સ ક્રાંતિ, ઇન્‍ડિયન લાયન્‍સ લીયોના સંયુકત ઉપક્રમે તા. ૧૩ ના રવિવારે બી. જી. ગરૈયા આયુર્વેદ અને હોમિયોપેથીક કોલેજ, કાળીપાટ, રાજકોટ ખાતે સહપરિવાર સ્‍નેહમિલન યોજેલ છે.

કલબના ચીફ પેટ્રોન હિતેષભાઇ પંડયા ખાસ ઉપસ્‍થિત રહી મેમ્‍બરોનો ઉત્‍સાહ વધારશે. કાર્યક્રમોની શરૂઆત વંદે માતરમ ગાન, ઇન્‍ડિયન લાયન્‍સ એન્‍થમ અને ભારત માતા પુજનથી થશે.

બાદમાં સહપરિવાર પરીચય સત્ર અને રમત ગમત, રાસ ગરબા, અંતાક્ષરી, કરાઓકે કાર્યક્રમો થશે. જેમાં વિજેતાઓને ઇનામો આપી પ્રોત્‍સાહીત કરાશે.

નેશનલ વાઇસ ચેરમેન વનરાજભાઇ ગરૈયા, નેશનલ પ્રોજેકટ ડીરેકટર કૌશિકભાઇ ટાંક, નેશનલ સેક્રેટરી શ્રીમતી વિજયાબેન કટારીયા, નેશનલ જોઇન્‍ટ સેક્રેટરી શ્રીમતી શોભનાબા ઝલા, નેશનલ સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ સુરેશભાઇ કટારીયા, વાઇસ પ્રેસીડેન્‍ટ ધીરૂભાઇ સુરેલીયા, વેસ્‍ટ સેકટર ચેરમેન મયુરભાઇ પાટડીયા, ડો. જયેશભાઇ કતીરા માર્ગદર્શન આપી રહ્યા છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એભલભાઇ ગરૈયા, હીનાબેન રામાણી, રીટાબેન ચૌહાણ, આશાબેન ભટ્ટી, જાગૃતીબેન ખીમાણી, માયાબેન દતાણી, ભારતીબેન કારીયા, ડો. ઉષાબેન કતીરા, રાજેશભાઇ સોલંકી, નીરવભાઇ સોલંકી, જીજ્ઞેશભાઇ રામાવત, જગદીશભાઇ મિષાી, હસમુખભાઇ કાચા, હસમુખભાઇ ગણાત્રા, પ્રાગજીભાઇ ગડારા, રવિભાઇ આહીર, જાગૃતભાઇ ઝીંઝુવાડીયા, હસુશેભાઇ બદાણી, વજુભાઇ સોલંકી, જયેશભાઇ જાની, અક્ષયભાઇ અજાગીયા, ભાવેશભાઇ ગેરીયા, કીર્તીબેન કવૈયા, સૌરભભાઇ કાચા, મિનલબેન પરમાર, પ્રશાંતભાઇ લાઠીગ્રા, પરેશભાઇ ખોખર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છ.ે

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ઇન્‍ડિયન લાયન્‍સ કલબના આગેવાનો નજરે પડે છે.

(4:13 pm IST)