Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

વાંક પરિવાર દ્વારા ૨૫ મીએ ૧૧ દીકરીઓના સર્વજ્ઞાતિય સમુહલગ્ન

રાજકોઃ શહેરના મવડી વિસ્તારમાં વાંક પરિવારનાં સેવાભાવી ભામાસા સ્વ.બાબુભાઈ વાંક પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જે દિકરીઓના માતા- પિતા હયાત ન હોય તેવી ૧૧ દિકરીઓની સર્વ જ્ઞાતિ સમુહલગ્નોત્સવ તા.૨૫ ના રોજ શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેના ફોર્મ તા.૧૫ સુધી શ્રી ક્રિષ્ના પાન, સ્ટાર સીનર્જી હોસ્પિટલની સામે, મવડી રોડ, રાજકોટ ખાતેથી મળશે.આ અંગે વધુ માહિતી માટે રમેશભાઈ વાંક મો.૯૨૫૫૦ ૭૮૮૮૮, વિક્રમભાઈ વાંક મો.૯૯૨૪૫ ૮૦૮૦૯નો સંપર્ક કરવા. શ્રી ક્રિષ્ના યુવા ગ્રુપના પ્રમુખ બાલાભાઈ વાછાણી તેમજ પુર્વ કોર્પોરેટર સંજયભાઈ અજુડીયાની અખબારી યાદીમાં જણાવાયું છે.

(4:07 pm IST)