Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

લાખોની ડીપોઝીટ કૌભાંડ સંદર્ભે શરાફી મંડળીના હોદ્દેદારો વિરૂધ્‍ધ પો.કમિ.ને અરજી

રાજકોટ તા.૧૧ : રાજકોટ શહેરના રેલનગર સાધુવાસવાણી રોડ ઉપર રહેતા વિનોદભાઇ દેવજીભાઇ સોલંકીએ લાખો રૂપિયાનું કૌભાંડ કરનાર અક્ષર શરાફી સહકારી મંડળીમાં મુકેલ ડીપોઝીટ પરત નહી કરી મંડળીના મેનેજર માલીક, ચેરમેન ભાગી જતા પોલીસ કમીશ્નરને ફરીયાદ અરજી કરવામાં આવેલ છે.

ફરીયાદી વિનોદભાઇએ જણાવેલ કે ૬ વર્ષ ડબલની સ્‍ક્રીમ આપી કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલ અક્ષર નિધિ શરાફી મંડળીમાં પોતે ૬ વર્ષની ડબલની લોભામણી લલચામણી સ્‍કીમમાં આવી જઇ અને એક લાખ પાંચ વર્ષ પહેલા મુકેલ હતા. અને પૈસા સ્‍વીકારતી વખતે મેનેજર હરીશ ચાવડા અને ચેરમેન રાજેશ ચાવડાએ અમોને વચન અને વિશ્વાસ આપેલ કે અમો તમારી રકમ પાકતી મુદતે આપી દઇશું પરંતુ અર્ધવચ્‍ચેથી આ તમામ મંડળી બંધ કરી મારા જેવા અનેકની લાખો રૂપિયા લઇ રફુચકર થઇ ગયેલ હોય ફરીયાદ કરેલ હતી.

આ અક્ષર સહકારી મંડળીના મેનેજર ચેરમેન તથા ડીરોટરોએ મારા જેવા અસંખ્‍ય માણસો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ અને ફીકસની રકમ ડેઇલી કલેકશનની રકમ લઇ જઇ ભાગી જતા તમામની સામે ગુન્‍હો દાખલ કરવા અને ધરપકડ કરવા ફરીયાદ કરતા પો.કમિશ્નરથી ભાર્ગવ આ આર્થિક ગુન્‍હાની તપાસ ભકતીનગર પી.આઇ.ને સોપતા આરોપી સામે કાર્યવાહી શરૂ થયાનું જાણવા મળે છે.

આ કામમાં ફરીયાદી વિનોદભાઇ દેવજીભાઇ સોલંકી તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્‍ડ એસોસીએટસ તરફથી અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરામાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, કલ્‍પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્‍દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી રોકાયેલ હતા.

(4:07 pm IST)