Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

બ્રહ્મસેનાના જગદીશ રાવલ શિવસેનામાંથી ઉમેદવારી નહીં નોંધાવે : ભાજપને સમર્થન

રાજકોટ તા. ૧૧ : બ્રાહ્મણ સમાજ માટે વિધાનસભાની ૧૫ બેઠકો પર માંગણી કરાઇ હતી. જે અંતર્ગત ૧૩ બેઠકો પ્રથમ યાદીમાં ફાળવવામાં આવી હોય હવે શિવસેનામાંથી ઉમેદવારી નહીં કરવાનો નિર્ણય બ્રહ્મસેનાના જગદીશ રાવલે જાહેર કર્યો છે.

ભાજપ દ્વારા પ્રથમ યાદીમાં બ્રહ્મસમાજને ૧૩ બેઠકો પર પ્રતિનિધિત્‍વ સોંપ્‍યુ હોય બ્રહ્મસેના હવે ભાજપને સમર્થન કરશે. તેમ યાદીના અંતમાં જગદીશ રાવલ (મો.૯૪૨૬૯ ૫૦૦૩૨) એ જણાવેલ છે.

(4:03 pm IST)