Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

લેટસ બીટ ડાયાબીટીસ એજયુકેશનઃ રવિવારે અવેરનેસ કાર્યક્રમ

જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન- રાજકોટ એન્જી. એસો.દ્વારા

રાજકોટઃ જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ તથા રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશનના સંયુકત ઉપક્રમે આગામી તા. ૧૩ને રવિવારે સવારે ૧૦:૩૦ કલાકે રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશન હોલ, ભકિતનગર જી.આઈ.ડી.સી. ખાતે 'લેટ'સ બીટ ડાયાબિટીસ એજયુકેશન અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ક્રાયક્રમમાં મુખ્ય ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડિત બાળકો તેમજ તેમના માતા-પિતા માટે વર્લ્ડ ડાયાબિટીસ-ડે  તથા બાળ-દિનની પૂર્વે પ્રભાતે  આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે  આ ક્રાયક્રમમાંમાં પરેશભાઇ વાસાણી (પ્રેસીડન્ટ શ્રી-રાજકોટ એન્જી. એસો.),રાજેશભાઇ કોટક (સિનિયર આર્કીટેક/ બિલ્ડર્સ),  નરેન્દ્રભાઇ પાંચાણી (સેક્રેટરી શ્રી-રાજકોટ એન્જી. એસો.),રાજેશભાઇ વાસાણી ( ઉદ્યોગપતિ/ડીઝલ હાઉસ), ડો. સ્મિતાબેન જોષી (સોશ્યલ ઇનફલુએન્સર, ફાઉન્ડર ટ્રસ્ટી), ડો. શુકલાબેન રાવલ (ટ્રસ્ટી ડો.વાસુદેવ જે. રાવલ ચેરી. ટ્રસ્ટ), સુભાષભાઇ રવાણી (ઉદ્યોગપતિ/જીવદયા પ્રેમી),  દિપકભાઇ પટેલ (વાઇસ ચેરમેન, વિજય કોમ. ઓપ. બેંક/ઉદ્યોગપતિ), ડો.નિશિથ સંઘવી (ખ્યાતનામ ઓર્થોપેડિક સર્જન), ડો.અનિમેષ ધ્રુવ (સિનિયર આઇ સર્જન), રાજીવભાઇ દોશી (ચાર્ટડ એકાઉન્ટન્ટ/ પ્રેસીડન્ટ  ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ),  પરેશભાઇ રૃપારેલીયા (અગ્રણી લેન્ડ ડેવલોપર્સ), ડો.પિયુષ ઉનડકટ (સિનિયર આઈ સર્જન), અજયભાઈ પટેલ (સિનિયર આર્કીટેક/ન્યૂ એરા સ્કૂલ),  ભરતભાઇ દાવડા (ઝોનલ સેલ્સ મેનેજર ગુજરાત-પીડીલાઇટ ઈન્ડ. લિ.),  મનીષભાઈ મહેતા(પ્રમુખ શ્રી-જૈન સોશ્યલ ગ્રુપ મિડટાઉન), ધર્મેન્દ્રભાઈ મીરાણી (સિનિયર આર્કીટેક), રૃપિતભાઇ શાહ (ચાર્ટડ એકાઉન્ટન્ટ), ભાગ્યેશભાઈ વોરા (પ્રમુખ શ્રી-શ્રી મોઢ વણિક સમાજ), વિકાસભાઇ શેઠ (એડવોકેટ), ઉપેનભાઈ મોદી (જેન શ્રેષ્ઠી/ઉદ્યોગપતિ)), કાજલબેન હરીયા (ચાઈલ્ડ અને ધ પેરેન્ટ્સ કાઉન્સેલર),જાગૃતિબેન ગણાત્રા (ચેરમેન શ્રી-સેતુ ફાઉન્ડેશન) વગેરે ઉપસ્થિત રહેશે.

 કાર્યક્રમની પુર્ણાહુતી બાદ દરેક બાળકોને ટાઈપ-૧ ડાયાબિટીસ ની સારવારમાં ઉપયોગી એક હજારના મૂલ્યની કીટ અપાશે. આ ક્રાયક્રમને સફળ બનાવવા  જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશી તેમજ તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:00 pm IST)