Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ દાદાના સાનિધ્યમાં અઠ્ઠમ તપ આરાધના

પૂ.શ્રી પદ્મદર્શના શ્રીજી મહારાજની પ્રેરણાથી શહેરના દેરાસરોમાં ફોર્મ મળી શકશે

રાજકોટ,તા.૧૧:  શહેરના આંગણે શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ દાદાના સાનિધ્યમાં પરમ પુજય પંન્યાસ શ્રી વજ્રસેન વિજયજી મહારાજા તથા પ.પુ.આ. શ્રી હેમપ્રભ સુરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ. ગણિવર્ય શ્રી હર્ષ કિર્તી વિજયજી મહારાજ તથા આ.શ્રી કલ્પતરૃ સુરીશ્વરજી મહારાજના આજ્ઞાનુવર્તિ (વાગડ સમુદાયના) શ્રી પદ્મદર્શના શ્રીજી મહારાજની પ્રેરણાથી તા.૧૭ થી ૧૯ ડિસેમ્બર સામુહિક અઠ્ઠમ તપ થવા જઇ રહ્યો છે. 

જેમાં સંગીતકાર અંકુરભાઇના સંગીતના સથવારે ૧૦૮ પાર્શ્વનાથ દાદાનો જન્મ કલ્યાણક તથા દિક્ષા કલ્યાણકનો વરઘોડાનો મહોત્સવ યોજાશે. આ માટે માતુશ્રી લીલાવંતીબેન ભગવાનજીભાઇ દોશી(મોરબી વાળા) હસ્તે જયોતિબેન મહાસુખભાઇ શાહ, ભાવેશભાઇ મહાસુખભાઇ શાહ, તથા પારસભાઇ મહાસુખભાઇ શાહ તરફથી જૈન શ્રાવક, શ્રાવિકાબેનને અઠ્ઠમ તપ કરવા ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું છે. જેન ફોર્મ રાજકોટના દરેક દેરાસરની પેઢીમાંથી મળશે.

વધુ માહિતી માટે ભાવેશભાઇ શાહ ( મો. ૯૮૨૫૬ ૩૬૦૩૮) પારસભાઇ શાહ (મો. ૯૯૨૫૫૪૯૭૯૯) તથા ભાવેનભાઇ મોદી (મો. ૯૮૯૮૬૧૨૮૭૭)નો સંપર્ક કરી શકાશે.

(3:54 pm IST)