Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

સાત હનુમાન મંદિર પાસે વિખુટા પડેલા બાળકના પરિવારને શોધી પોલીસે મિલન કરાવ્‍યુ

કુવાડવા રોડ પોલીસે રૈયાધાર સલમ કર્વાટરમાંથી પરિવારને શોધી બાળકોને સોંપ્‍યો

રાજકોટ,તા.૧૧ : કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે એક ૧૦ વર્ષનો બાળક તના પરિવારજનોથી વિખુટો પડી ગયો હોવાનું જણાતા કુવાડવા રોડ પોલીસે તેને પોલીસ મથકે લાવી તેનું નામ સરનામું પૂછતા તેણે પોતાનું નામ નિરજ અશોકભાઇ કુસ્‍વાહા જણાવ્‍યું હતું. તે પરિવારથી વિખોટો પડી ગયો હોઇ પોલીસે બાળકને સાથે રાખી તપાસ કરતા રૈયાધાર સ્‍લમ કવાટરમાં રહેતા તેના પરિવારજનો મળી આવતા પોલીસે બાળકને તેના માતા-પિતા સાથે મિલન કરાવ્‍યું હતું.

(3:51 pm IST)