Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

બી-ડિવીઝનના ચોરીના ગુનામાં ૨૧ વર્ષથી ફરાર સુમન સોની પકડાયો

ક્રાઇમ બ્રાંચના પીઆઇ એલ. એલ. ચાવડાની ટીમે પકડયોઃ એભલભાઇ બરાલીયાની બાતમી

રાજકોટ તા. ૧૧: ભાગેડૂ ગુનેગારોને પકડી લેવાની ઝુંબેશ અંતર્ગત શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે બી-ડિવીઝન પોલીસના ચોરીના ગુનામાં છેલ્લા ૨૧ વર્ષથી ફરાર એવા આરોપીને પકડી લીધો છે.
મુળ ગુંદાવાડી શેરી નં. ૬નો રહેવાસી  સુમન ધનજીભાઇ પોલરા (સોની) (ઉ.વ.૫૬) વિરૂધ્‍ધ આજથી ૨૧ વર્ષ પહેલા એટલે કે ૨૦૦૧માં બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો હતો. ત્‍યારથી તે ફરાર હતો. હાલમાં આ શખ્‍સ ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે આવ્‍યો હોવાની પાક્કી બાતમી ડીસીબીના એભલભાઇ બરાલીયાને મળતાં પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં તેને પકડી લીધો હતો અને બી-ડિવીઝન પોલીસને સોંપવા તજવીજ કરી હતી. પોલીસને સતત થાપ આપી આ શખ્‍સ અલગ અલગ શહેરોમાં ફરતો રહેતો હતો. હાલમાં અમદાવાદ વેજલપુર દેવાસ એપાર્ટમેન્‍ટ બી-૩/૧૨ ખાતે રહેતો હોવાનું તેણે કહ્યું હતું.

 

(3:42 pm IST)