Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

સમસ્‍ત જૈન સમાજ માટે જીવનસાથી પરિચય મેળો

જૈન જાગૃતિ સેન્‍ટર રાજકોટ દ્વારા આયોજનઃ ૬૦૦ યુવક-યુવતિઓ ભાગ લેશે રજીસ્‍ટ્રેશન ચાલુ

રાજકોટઃ જૈન જાગૃતિ સેન્‍ટર સેન્‍ટ્રલ બોર્ડ પ્રેરિત જૈન જાગૃતિ સેન્‍ટર-રાજકોટ મેઇન આયોજીત જીવનસાથી જૈન અપરિણીત યુવક-યુવતી પરિચય મેળો ૨૦૨૩ તા.૧૨/૦૨/૨૦૨૩ રવિવારે સવારે ૮:૩૦ કલાકે વી.વી.પી. એન્‍જીન્‍યરીંગ કોલેજ હોલ, કાલાવાડ રોડ, મોટલ ધ વિલેજની સામે-રાજકોટ ખાતે યોજાએલ છે.
જૈન આગેવાનોએ જણાવેલ કે આજે આપણા સમાજમાં દરેક વડીલોને પોતાના  સંતાનના સગપણ તેમજ લગ્ન માટે બહુજ મોટી સમસ્‍યા ઉભી થઇ હોય જૈન જાગૃતિ સેન્‍ટર-રાજકોટ વડીલોની સમસ્‍યાનો હલ થાય  તે હેતુથી જૈનના તમામ ફિરકાઓ માટે જીવનસાથી જૈન અપરિણીત યુવક-યુવતી પરિચય મેળો -૨૦૨૩નું આયોજન આગામી વર્ષે થયુ છે.
જેમા દીકરાની ફી રૂા.૧૦૦૦ અને દીકરીઓ માટે ફી રૂા. ૬૦૦ રાખેલ છે.  ૬૦૦ લોકો ભાગ લ્‍યે તેવો અંદાજ છે.
બીજી વિશેષતા એ છે કે આ મેળામાં  અપરિણીત યુવક-યુવતી તેમજ ઉંમર વર્ષ ૩૬ સુધીના કેન્‍ડીડેટ જ ભાગ લઇ શકશે.
આ અંગે વિશેષ માહિતી માટે શ્રી દિવ્‍યેશભાઇ દોશી. ૯૮૨૪૩ ૭૫૮૨૦  શ્રી દીશીતભાઇ મહેતા - ૯૩૨૭૪ ૫૦૧૫૨ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.
તસ્‍વીરમાં દિવ્‍યેશભાઇ દોશી, નિતિનભાઇ કાગદી, દિવ્‍યેશભાઇ બાવીશી, દીશીતભાઇ મહેતા, તુષારભાઇ મહેતા, સંજયભાઇ ઉદાણી, સોહિલભાઇ મહેતા અને ભરતભાઇ પારેખ નજરે પડે છે.

 

(3:34 pm IST)