Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ઉદય કાનગડ પાસે ૭ કરોડથી વધુની મિલ્‍કતોઃ ૧.પ૯ કરોડનું દેણું

ગીર સોમનાથ જીલ્લામાં ખેતી-બિન ખેતીની જમીનોઃ શહેરમાં ૩ રહેણાંક મિલ્‍કતોઃ ઉદય સામે પોલીસના ૪ કેસ નોંધાયેલા છે : ોતા પાસે ૧૦૦ ગ્રામ પત્‍ની વૈશાલીબેન પાસે ર૩પ ગ્રામ સોનુઃ વાહનોમાં એક માત્ર રૂા. ૧૧ હજારનું એકટીવા સ્‍કુટર

ઉદય કાનગડે રણછોડદાસબાપુ આશ્રમે દર્શન કર્યા રાજકોટઃ ઉદય કાનગડે આજે ધારાસભાની ચૂંટણીનું ફોર્મ ભરતા પહેલા શ્રીરણછોડદાસજી બાપુના આશ્રમે દર્શન કર્યા હતા. આ તકે કિશોરભાઇ રાઠોડ, વલ્‍લભભાઇ દુધાત્રા સહિતના ભાજપના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા(૪૦.૧૧)

રાજકોટ, તા., ૧૧: ભાજપે રાજકોટ શહેરની ચારેય બેઠકો માટે સવારે જાહેર સભા બાદ વાજતે-ગાજતે આજે ફોર્મ ભર્યા હતા. ભાજપે રાજકોટ-૬૮માંથી ઉદય કાનગડ, રાજકોટ-૬૯માંથી ડો.દર્શીતાબેન, રાજકોટ-૭૦ માંથી રમેશભાઇ ટીલાળા તથા રાજકોટ-૭૧માંથી ભાનુબેન બાબરીયાને જંગમાં ઉતાર્યા છે.

જેમાં રાજકોટ-૬૮ ના ભાજપના ઉમેદવાર ઉદય કાનગડે જાહેર કરેલ સોંગંદનામા મુજબ તેમણે ગત વર્ષે ૧૬ લાખનું આવકવેરા રીટર્ન ભરેલ જયારે તેમના પત્‍ની વૈશાલીબેને ૬.૮૮ લાખ તથા એચયુએફમાં ૪.૭ર લાખનું રીટર્ન ભર્યુ છે. ઉપરાંત ઉદય કાનગડ ઉપર ૪ ફોજદારી કેસ નોંધાયેલ છે. જેમાં તેમના ઉપર ર૦૧૪ માં આરોપો ઘડાયેલ.

ઉદય કાનગડના હાથ ઉપર પ.૧૧ લાખ, પત્‍ની વૈશાલીબેનના હાથ ઉપર ૮.પ૩ લાખ તથા એચયુઅુફ ખાતામાં ૧ર.૬પ લાખની રકમ હાથ ઉપર છે. બેંકમાં ઉદયભાઇના નામે ૧.૪૧ લાખ, વૈશાલીબેનના નામે પ.૭૬ લાખ તથા એચ.યુએફ ૬૧ હજારની થાપણો ધરાવે છે. એલઆઇસીમાં ઉદયભાઇ તથા વૈશાલીબેનની પ૪ લાખનું રોકાણ છે. ઉદયભાઇએ પાર્થ કન્‍સ્‍ટ્રકશનને રૂા.૧૦.પ૯ લાખ તથા ભરત કન્‍ટ્રકશનને ૪૭.રર લાખની અંગત લોન/લેણા છે.

જયારે રૂા. ૧૧ હજારની કિંમતનું એક માત્ર હોન્‍ડા એકટીવા વાહન ઉદયભાઇના નામે નોંધાયેલ છે. ઉપરાંત ઉદયભાઇ પાસે ર.પ૦ લાખ તથા પત્‍ની વૈશાલીબેન પાસે પ.૮૭ લાખના દાગીના છે. જમીન-મિલ્‍કતો સોગંદનામા મુજબ ઉદયભાઇ પાસે ગીર- સોમનાથમાં ૦-૩૧-૩૭ હેકટર ખેતીની રૂા. ૮૦ લાખની જમીન છે. જયારે ર.૪૯ લાખમાં બનાવેલ મકાનની હાલ કિંમત ૧.૩પ કરોડ છે. ઉપરાંત વેરાવળ તાલુકાના ભાલપરા ખાતેની બિનખેતીની ર૯૩૩.૬૦ ચો. ફુટ જમીનમાં ર૦ ટકા લેખે હાલની કિંમત મુજબ ૬૦ લાખનો હિસ્‍સો ધરાવે છે.

રહેણાંકના ૩ મકાનો-ફલેટ મુંજકા, કેવલમ તથા ગુરૂ આશીષમાં ફલેટ ધરાવે છે. જેની હાલની કિંમત પ.પ૦ કરોડ જેટલી છે. આમ ઉદય કાનગડની કુલ સંપતી ૭.૩પ કરોડ જેટલી છે. ઉપરાંત આઇસીઆઇસીઆઇમાં ર.પ૯, કરોડ, એલઆઇસીમાં ૮.પ૮ લાખ, કિસ્‍ટ્રલ એજન્‍સીમાં ૪૦.૭૪ લાખ, ધ્રુવીક તલાવીયા પાસેથી ૪૦ લાખ, ધુવીક જી. તલાવીયા એન્‍ડ બ્રધર્સને ર૮ લાખ, કરણ કન્‍ટ્રકશનને ૧૦ લાખ, પ્રભાતભાઇ કાનગડને પ.પ૦ તથા રાધીકા કાનગડને ૮ર હજારના દેણા છે. આમ તેમની કુલ જવાબદારી ૧.પ૯ કરોડની છે.

(5:09 pm IST)