Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કોંગ્રેસના સુરેશ બથવાર પાસે હાથ ઉપર ૯ લાખની રોકડઃ પ તોલા સોનું: કુલ પ૦ લાખની મીલકત

ધર્મપત્‍ની પાસે ર૪ લાખથી વધુની મીલકતઃ ૮૦ લાખની જમીનઃ ૧ કરોડ ૯૦ લાખના મકાન-પ્‍લોટ:સુરેશભાઇ ઉપર ૭૦ લાખનું દેણું: ગુનો નથી

રાજકોટ તા. ૧૧ : આજે વાજતે ગાજતે  વિજ બોર્ડના ભુતપુર્વ ડે.ઇજનેર શ્રી સુરેશભાઇ બથવારે ૭૧ રાજકોટની બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી વાજતે ગાજતે સેંકડો ટેકેદારો સાથે ફોર્મ ભર્યુ હતું.

જેમાં પોતે રજૂ કરેલા સોગંદનામાં પોતાનો ઉપર કોઇ ગુન્‍હો નહિ હોવાનું જણાવેલ, તેમણે છેલ્લુ આઇ. ટી. રીર્ટન ૪ લાખ ૬૯ હજારનું ભર્યુ છે, હાથ ઉપર ૯ લાખ ર૦ હજારની અને પત્‍ની પાસે ૮ લાખ ૧૦ હજારની રોકડ છે, આ ઉપરાંત એચડીએફસી-એસબીઆઇ એક ફોરચ્‍યુન કાર, પ તોલા સોનું, સહિત પોતાની પ૦ લાખ ર૦ હજારની તો પત્‍ની પાસે ર૧ તોલા સોનું એનએસએસની પ લાખ ૭૧ હજારની બચત સહિત કુલ ર૪ લાખ ૮૮ હજારની મીલકતો દર્શાવી છે.

આ ઉપરાંત ગોંડલના મેતા ખંભાડીયા, દેરડી કુંભાજી ખાતે ૧ કરોડની જમીન છે, તો પત્‍ની પાસે રાજકોટમાં ૪૦ લાખની જમીન હોવાનું જાહેર કર્યુ છે, સુરેશભાઇ પાસે કુલ જમીન-મકાનો-પ્‍લોટ સહિત ૧ કરોડ ૯૦ લાખની અને પત્‍ની પાસે ૪૦ લાખની મીલકતો છે, જયારે પોતાની ઉપર ૭૦ લાખનું તો પત્‍ની ઉપર ૧ર લાખનું દેણું દર્શાવ્‍યું છે.

(3:30 pm IST)