Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ઈન્‍દ્રનિલ રાજકોટ પૂર્વ બેઠક ઉપરથી ચૂંટણી લડશે

રાજકોટ-૬૮ બેઠક ઉપર ઈન્‍દ્રનિલ v/s ઉદય વચ્‍ચે ટકકર : કોંગ્રેસમાં ઘરવાપસીની સાથે જ પૂર્વ ધારાસભ્‍યનો ધડાકોઃ રાજકોટ-૬૯ બેઠક ઉપર મનસુખ કાલરીયા અથવા ગોપાલ અનડકટના નામની ગમે ત્‍યારે જાહેરાત

રાજકોટઃ તાજેતરમાં આમ આદમી પાર્ટીમાંથી કુદકો મારીને ફરી પોતાના માતૃપક્ષ કોંગ્રેસમાં ઝંપલાવનાર પૂર્વ ધારાસભ્‍ય ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂ રાજકોટ-૬૮ બેઠક ઉપરથી ચૂંટણી લડશે. તેમની સામે ભાજપના ઉદય કાનગડ મેદાનમાં રહેશે. આ બેઠક પર ચૂંટણી જંગ જામશે તેવા એંધાણ મળી રહ્યા છે. જો કે હજુ સત્તાવાર જાહેરાત બાકી છે. પરંતુ ઈન્‍દ્રનિલ જ કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરાશે તે ફાઈનલ છે.

અત્રે એ નોંધનીય છે કે, ગઇકાલે રાત્રે કોંગ્રેસ દ્વારા ૪૬ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી તેમાં રાજકોટ-૬૮માંથી કોણ લડશે તે જાહેર થયુ નહોતુ. પરંતુ આજે સવારે આંતરીક વર્તુળોએ જણાવ્‍યું છે કે, આ બેઠક ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂને આપવામાં આવી છે અને તેઓ મોટાભાગે આજે જ પોતાની ઉમેદવારી નોંધાવશે. 

અત્રે એ નોંધનીય છે કે, રાજકોટ-૬૯ની પ્રતિષ્‍ઠીત બેઠક ઉપરથી પાટીદાર મનસુખભાઇ કાલરીયા અથવા તો ગોપાલભાઇ અનડકટ ચૂંટણી લડે તેવી શક્‍યતા છે. તેઓના નામની પણ ગમે ત્‍યારે જાહેરાત કરવામાં આવે તેવી શક્‍યતા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસે ઉમેદવારોની બે યાદી જાહેર કરી દીધી છે. જેમાં પ્રથમ યાદીમાં કોંગ્રેસે કુલ ૪૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જ્‍યારે બીજી યાદીમાં કોંગ્રેસે ૪૬ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં રાજકોટની  બે બેઠકોને લઇને કોંગ્રેસનો પેચ ફસાયો હતો. કારણ કે કોંગ્રેસની આ યાદીમાં પમિ અને પૂર્વ બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી હતા. ત્‍યારે હવે રાજકોટની પૂર્વ બેઠક પર કોંગ્રેસનું ચિત્ર ક્‍લિયર થઇ ગયું છે. કારણ કે રાજકોટની પૂર્વ બેઠક પરથી ઇન્‍દ્રનિલ રાજ્‍યગુરૂ ચૂંટણી લડશે.

ઇન્‍દ્રનિલ રાજ્‍યગુરૂ કે જેઓ રાજકોટ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડશે. થોડા સમય પહેલા જ તેઓએ ‘આપ' માંથી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. ૨૦૧૨થી ૨૦૧૭ દરમ્‍યાન તેઓ ધારાસભ્‍ય રહી ચૂકયાં છે. મહત્‍વનું છે કે, અગાઉ આ પૂર્વ બેઠક પર પૂર્વ મેયર અશોક ડાંગરનું નામ હતું.

કોંગ્રેસમાં ઘરવાપસી કરતાની સાથે જ તેઓએ એવું નિવેદન આપ્‍યું હતું કે, ઁહું પાર્ટીમાં રહીને આપ અને ભાજપને હરાવવાનું કામ કરીશ. મને ધારાસભ્‍ય બનવાનો કોઈ મોહ નથી અને સરકાર બદલવા માટે રાજકારણમાં સક્રિય રહ્યો છું. હું આજીવન કોંગ્રેસની સેવા કરતો રહીશ અને મને પક્ષ જે કામ સોંપશે એ કાર્ય કરીશ. મારે ચૂંટણી નથી લડવી અને હું કેજરીવાલને રોકવાની કોશિશ કરીશ.ઁ

જયારે પヘમિ બેઠકને લઇને પણ કોંગ્રેસ મૂંઝવણમાં છે કારણ કે પヘમિ બેઠક માટે કોંગ્રેસના ગોપાલ અનડકટના નામની પસંદગીને લઈને તેમજ પヘમિ બેઠકમાં મનસુખ કાલરિયાના નામની પસંદગીને લઈને પણ કોંગ્રેસ જોવા મળી રહી છે. જો કે પヘમિ બેઠક માટે પણ કોંગ્રેસ ગમે ત્‍યારે ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે.

(3:12 pm IST)