Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

પ્રેમીને મળવા માટે રાજકોટ આવેલી મોરબી પંથકની યુવતિ પર મધરાતે જંગલેશ્વરના રિક્ષાચાલક ફિરોઝનો બળાત્‍કારઃ સામનો કરી ભાગી છૂટી

પ્રેમી સાથે રહેવું હોઇ પોતે વતનમાં જાય છે તેવું બહેનની કહી રાજકોટ પહોંચીઃ પણ પ્રેમી તેડવા જ ન આવ્‍યોઃ રિક્ષાચાલકે પોતાના ફોનમાંથી પ્રેમી સાથે વાત કરાવતાં પ્રેમીએ એકવાર કહ્યું આવે છે, બીજી વાર ફોન કરતાં પોતે સવારે આવશે એવું કહેતાં રિક્ષાચાલકની દાનત બગડી : ‘બહેન તું રાતે ક્‍યાં રહીશ? મારી ઘરે આવી જા, મારા બા સાથે સુઇ જજે, સવારે પાછી મુકી જઇશ' તેવી વાતો કરતાં મજૂર પરિવારની યુવતિ વિશ્વાસમાં આવી ગઇ અને હવસનો શિકાર બનીઃ ભક્‍તિનગર પોલીસે રાતોરાત કાર્યવાહી કરી હવસખોરને સકંજામાં લેવા તજવીજ આદરી : દૂષ્‍કર્મનો ભોગ બન્‍યા પછી હિમ્‍મતભેર રિક્ષાચાલકને પેટમાં પાટુ મારી પછાડી દઇ ભાગી છૂટીઃ દોડતી દોડતી રોડ પર પહોંચી અને એક જાગૃત નાગરિકની મદદથી પોલીસ સ્‍ટેશને પહોંચીઃ મોડી રાતે દોઢ વાગ્‍યાની ઘટનાઃ પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીએસઆઇ એમ. એન. વસાવા,નિલેષભાઇ મકવાણા, મયુરસિંહ અને ટીમે તત્‍કાળ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૧: શહેરમાં દૂષ્‍કર્મની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુળ મહિસાગર પંથકની અને હાલ મોરબી પંથકમાં કુટુંબીઓ સાથે વાડી વિસ્‍તારમાં રહી મજૂરી કરતી ૧૯ વર્ષની યુવતિ ગત સાંજે તેના પ્રેમીને મળવા રાજકોટ બસ સ્‍ટેશને આવી પહોંચી હતી. પરંતુ પ્રેમી તેને તેડવા ન આવતાં જંગલેશ્વરના ફિરોઝ નામના રિક્ષાચાલકે તેણીને મદદ કરવાના બહાને પોતાના ફોનમાંથી પ્રેમી સાથે વાત કરાવી દીધા બાદ પ્રેમી સવારે આવવાનો છે એ જાણી લઇ યુવતિને ‘બહેન'નું સંબોધન કરી રાતે પોતાની ઘરે આશરો લઇ લેવાના બહાને જંગલેશ્વરમાં લઇ જઇ તેની સાથે બળાત્‍કાર ગુજારી લીધો હતો. યુવતિ હિમ્‍મતભેર સામનો કરી તેને પેટમાં પાટુ મારી પછાડી દઇ ભાગી છુટતાં અને પોલીસ મથકે પહોંચતા ભક્‍તિનગર પોલીસે ગુનો નોંધી હવસખોરને રાતોરાત સકંજામાં  લેવા તજવીજ કરી હતી.

યુવતિને તેના જ કુટુંબીના દિકરા સાથે પ્રેમ થઇ ગયો હોઇ પોતે વતનમાં જાય છે તેવું પોતાની બહેનને ખોટુ બોલી ગત સાંજે મોરબી પંથકમાંથી પ્રેમીને મળવા બસ મારફત રાજકોટ બસ સ્‍ટેશન ખાતે આવી પહોંચી હતી. પરંતુ પ્રેમી તેડવા ન આવતાં એક રિક્ષાચાલકે તેણીને મદદ કરવાના બહાને પહેલા પોતાના ફોનમાંથી તેણીના પ્રેમી સાથે વાત કરાવી દીધી હતી. એ પછી પણ મોડી રાત સુધી પ્રેમી ન આવતાં ફરીથી વાત કરાવતાં પ્રેમીએ પોતે સવારે આવશે તેવું કહી દેતાં  રિક્ષાચાલકની દાનત બગડી હતી અને ‘બહેન તું મારી ઘરે મારા બા સાથે સુઇ જજે, સવારે તને મુકી જઇશ' એવો વિશ્વાસ આપી આ યુવતિને જંગલેશ્વરમાં પોતાની ઘરે લઇ જઇ ‘તાર ે મારા બા ભેગુ નહિ, મારી સાથે સુવાનુ છે' તેવું કહી રૂમમાં પુરી બળાત્‍કાર ગુજારી લઇ માથે જતાં ફડાકા મારતાં યુવતિ હિમ્‍મતભેર સામનો કરી તેને પેટમાં પાટુ મારી પછાડી દઇ ભાગી નીકળી જાગૃત નાગરિકની મદદથી પોલીસ સ્‍ટેશને પહોંચી હતી.

આ બનાવમાં પોલીસે ભોગ બનનાર હાલ મોરબી પંથકમાં વાડી વિસ્‍તારમાં રહી મજૂરી કરતી મુળ મહિસાગર પંથકની ઓગણીસ વર્ષિય યુવતિની ફરિયાદને આધારે જંગલેશ્વરના ફિરોઝ નામના રિક્ષાચાલક વિરૂધ્‍ધ આઇપીસી ૩૭૬, ૩૨૩ મુજબ યુવતિને પોતાની ઘરે લઇ જઇ મારકુટ કરી બળજબરીથી બળાત્‍કાર ગુજાર્યાનો ગુનો નોંધ્‍યો છે.

યુવતિએ પોલીસ સમક્ષ પોતાની વિતક વર્ણવી હતી કે હું ત્રણેક વર્ષથી કુટુંબીઓ સાથે મોરબી પંથકમાં વાડી વિસ્‍તારમાં રહી મજૂરી કરુ છું. કુટુંબી સગાનો કિદરો પણ સાથે રહી મજૂરી કરે છે અને તેની સાથે પાંચક મહિના પહેલા ફોનથી પરીચય થયા બાદ એક બીજા સાથે વાતો કરતાં હોઇ અમારી વચ્‍ચે પ્રેમસંબંધ બંધાઇ ગયો હતો. અમે એકબીજાને ફોટા પણ મોકલતાં હતાં અને એકબીજાને પસંદ કરતાં હોઇ સાથે રહેવું હોવાથી હું વતનમાં જાઉ છું તેમ મારી બહેનને જાણ કરી તા. ૧૦/૧૧ના બપોરે ત્રણેક વાગ્‍યે વાડી નજીકથી રિક્ષામાં બેસી વાંકાનેર તરફ પહોંચી હતી. ત્‍યાંથી પ્રેમીને ફોન કરી હું નીકળી ગઇ છું અને તારી પાસે મારે આવતું રહેવું છે તેમ કહેતાં તેણે મને રાજકોટ પહોંચીને ફોન કરવાનું કહ્યુ઼ હતું.

ત્‍યારબાદ હું વાંકાનેરથી બસમાં બેસીને સાંજે છએક વાગ્‍યે રાજકોટ બસ સ્‍ટેશને પહોંચી હતી અને પ્રેમીની રાહ જોતી બેઠી રહી હતી. એ દરમિયાન બે કલાક જેવો સમય વીતી ગયો હતો અને આઠ વાગી ગયા હતાં. આ વખતે એક આશરે ૩૦ વર્ષનો શખ્‍સ કે જેણે કાળા કલરનું ટી-શર્ટ અને ભૂરૂ જીન્‍સ પહેર્યુ હતું તે આવ્‍યો હતો અને પોતે ફિરોઝ રિક્ષાવાળો હોવાનું અને જંગલેશ્વરમાં રહેતો હોવાનું કહી પરીચય આપી તમારે ક્‍યાં જવું છે? તેમ પુછતાં મેં તેને કહેલું કે મને તેડવા માટે મારા સગા આવે છે.

મારી પાસે મોબાઇલ ફોન ન હોઇ તેણે તમારા સગાને હું ફોન કરી આપું તેમ કહેતાં મેં તેને મારા પ્રેમીનો નંબર આપ્‍યો હતો. જેથી તેણે ફોન જોડી દેતાં મેં વાત કરી લીધી હતી. એ પછી તે ફોન લઇને જતો રહ્યો હતો. ત્‍યારબાદ હું મારા પ્રેમીની રાહ જોઇને ત્‍યાં જ ઉભી રહી હતી. આ રીતે રાતના અગિયારેક વાગી ગયા હોવા છતાં પ્રેમી મને તેડવા આવ્‍યો ન હોઇ પોતાને ફિરોઝ તરીકે ઓળખાવનાર રિક્ષાવાળો ફરીથી મારી પાસે આવ્‍યો હતો અનેહજુ કોઇ તને તેડવા આવ્‍યું નથી? તેમ પુછી તેણે ફરીથી મારા પ્રેમીને ફોન જોડી દીધો હતો. એ વખતે પ્રેમીએ મને હું હવે સવારે લેવા આવીશ તેમ કહેતાં હું ફરીથી બસ સ્‍ટેશનમાં જ બેસી ગઇ હતી.

ત્‍યારબાદ રાતે એકાદ વાગ્‍યે ફિરોઝ રિક્ષાવાળો ફરીથી આવ્‍યો હતો અને કહેલું કે બહેન તરીકે તમે મારી ઘરે આવતાં રહો, જેથી મેં તેને ના પાડી હતી. ત્‍યારબાદ તેણે એકલા રાતના શું કરશો, મારા ઘરે આવતાં રહો, મારા માતા પણ મારી સાથે રહે છે. તમે અને મારા માતા સાથે સુઇ જજો. તેણે મને બહેન કહીને વાત કરતાં મને વિશ્વાસ બેઠો હતો અને સવારે મને ફરીથી બસ સ્‍ટેશને મુકી જશે તેવી ખાત્રી આપતાં હું તેની સાથે જવા તૈયાર થઇ હતી અને બસ સ્‍ટેશનની બહાર આવી હતી. ત્‍યાંથી તે મને રાતે દોઢેક વાગ્‍યે રિક્ષામાં બેસાડી તેના ઘરે લઇ ગયો હતો.

બે માળનું મકાન હતું, તે મારો હાથ પકડી મને નીચેના રૂમમાં લઇ ગયો હતો અને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. આથી હું ગભરાઇ ગઇ હતી અને શા માટે દરવાજો બંધ કર્યો છે? તમારા મમ્‍મી ક્‍યાં છે? મારે તેની સાથે સુવાનું છે તેમ મેં કહેતાં તેણે ‘આજે તો આપણે બેયને સાથે સુવાનું છે' તેમ કહી બળજબરી કરવા માંડયો હતો. હું બૂમાબૂમ કરવા જતાં તેણે મારું મોઢુ દાબી દઇ બંધ કરી દીધુ હતું અને પોતાનું પેન્‍ટ કાઢી નાખી મારા પણ નીચેના વષા ખેંચી કાઢી મને પછાડી દઇ બળજબરીથી બથમાં લઇ અડપલા કરવા માડયો હતો અને બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધો હતો. જેથી મને પેટમાં ખુબ જ દુઃખાવો ઉપડી ગયો હતો. મેં તેના પેટમાં લાત મારતાં તે ઉભો થઇ ગયગો હતો અને બાદમાં મને તેણે ગાલ પર ફડાકા મારીદીધા હતાં. હું સામનો કરી ઝપાઝપી કરી નીચેના વષા પહેરી ઝડપથી તેના ઘરમાંથી બહાર નીકળી દોડવા માંડી હતી અને દેકરો કરવા માંડી હતી. એ વખતે જ એક મોટરસાઇકલવાળા ભાઇ જોવા મળતાં મેં તેમને અટકાવી મને પોલીસ સ્‍ટેશનનો રસ્‍તો બતાવવાનું કહેતાં તેમણે મને મદદ કરી હતી અને પોલીસ સ્‍ટેશને મુકી ગયા હતાં.

યુવતિ મોડી રાતે ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશને પહોંચતા પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ એમ. એન. વસાવા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા સહિતની ટીમે તત્‍કાલ ગુનો દાખલ કર્યો હતો અને રાતો રાત ટીમે યુવતિને અને તેણીને પોલીસ મથકે પહોંચાડનાર જાગૃત નાગરિકની મદદ લઇ ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. યુવતિની ફરિયાદ નોંધી હવસખોર રિક્ષા ચાલકને સકંજામાં લેવા તજવીજ કરવામાં આવી છે.

(1:22 pm IST)