Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ચુંટણી અનુસંધાને રાજકોટ જીલ્લાના પપ૧૦ સામે અટકાયતી પગલાઃ ર૯ને પાસામાં ધકેલાયા

રાજકોટ, તા., ૧૧: વિધાનસભા ચુંટણી અન્‍વયે રાજકોટ જીલ્લાના અલગ-અલગ પોલીસ મથકોમાં પપ૧૦ વ્‍યકિતઓ સામે અટકાયતી પગલા લેવાયા હતા.

રાજયમાં પ્રથમ તબક્કાની વિધાનસભાની ચુંટણી યોજાનાર હોય જે ચુંટણી દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને મતદાન ભયમુકત વાતાવરણમાં અને શાંતીથી પસાર થાય તે હેતુથી અશોકકુમાર યાદવ પોલીસ મહાનીરીક્ષક  રાજકોટ વિભાગ રાજકોટ દ્વારા અટકાયતી પગલા તેમજ જુદી જુદી ડ્રાઇવો આપવામાં આવેલ. જે અન્‍વયે શ્રી જયપાલસિંહ રાઠોડ, પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્‍યનાઓએ જિલ્લાના તમામ અધિકારીઓને અસામાજીક તત્‍વો ઉપર જુદા જુદા અટકાયતી પગલા લેવા સુચના આપવામાં આવેલ જે અન્‍વયે રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં સી.આર.પી.સી. કલમ ૧૦૭ મુજબ ૮ર૧, સીઆરપીસી કલમ ૧૦૯ મુજબ ૧૩૩ તથા સીઆરપીસી કલમ ૧૧૦, ૪પપ૬ વ્‍યકિતઓ સામે અટકાયતી પગલા લેવાયા હતા.

તેમજ જીલ્લામાં પ્રોહી. મુજબ પ૩ર,૭પ  વ્‍યકિતઓને તડીપાર, ર૯ વ્‍યકિતઓને પાસા, ગેરકાયદે હથીયાર ના ર, નાસતા ફરતા આરોપીઓ ૪, પ્રોહીબીશનના ર૦ર કેસ તેમજ જુગારના ૧પ કેસો કરવામાં આવ્‍યા હતા.

વિધાનસભાની ચુંટણી અન્‍વયે આ ઝુંબેશ હજુ પણ ચાલુ રહેશે. 

(4:25 pm IST)