Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

જીતવાની ક્ષમતા જ ભાજપનો માપદંડ : અકિલા વધુ એક વખત સમાચારમાં આગળ

રાજકોટ : ભાજપના ધારાસભાની ચૂંટણીના ઉમેદવાર પસંદગી માટે જુદી જુદી થિયરી આવવાની ચર્ચા ગાજતી હતી તે વખતે આજથી ૩૩ દિવસ પહેલા ૭ ઓકટોબરે ‘માપદંડને મારો ગોળી, પિસ્‍તોલ જેવાને જ ભાજપની ટીકીટ' તે હેડીંગથી ૮ કોલમમાં સમાચાર પ્રસિધ્‍ધ કરેલા. ગઇકાલે ભાજપના ૧૬૦ ઉમેદવારો જાહેર થઇ ગયા છે. જેમાં કોઇ એક થિયરી નથી. નવા ચહેરા, જુના ચહેરા, કોંગ્રેસમાંથી આવેલા, દાગી ચહેરા, સ્‍વચ્‍છ પ્રતિભા, વયોવૃધ્‍ધ, યુવાન, રીપીટ ચહેરા વગેરેને ટીકીટ આપી છે. શિક્ષણ, સંગઠન જેવી કોઇ એક થિયરી પણ લાગુ પડી નથી. ઉમેદવાર પસંદગીના માપદંડનો વર્તારો આપવામાં અકિલા વધુ એક વખત અગ્રેસર સાબિત થયું છે.

(1:11 pm IST)