Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કાલાવડ રોડ પર શનિવારી મેદાન સામે ચિકનના ધંધાર્થી ઇમરાન પર ધંધાખારને કારણે હુમલો

ઇલ્યાસ સહિતે તમારે અહિ રિક્ષા ન રાખવી કહી ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૧૧: સદર બજારમાં રહેતાં ઇમરાન ઇશાકભાઇ માંડરીયા (ઉ.વ.૩૫) ઉપર રાતે નવેક વાગ્યે કાલાવડ રોડ પર શનિવારી બજાર ભરાય છે તેની સામેના મેદાનમાં હતો ત્યારે પાઇપ ધારીયાથી હુમલો થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

ઇમરાન અને તેના ભાઇ ઇસ્માઇલ ચીકનની રિક્ષા રાખી ધંધો કરે છે. ઇસ્માઇલ માંડરીયાએ જણાવ્યું હતું કે અમે જ્યાં રિક્ષા રાખીએ છીએ ત્યાં ઇલ્યાસ, મોહસીન સહિતના પણ નજીકમાં ચીકનનો ધંધો કરે છે. અમને રિક્ષા રાખવાની ના પાડી ઝઘડો કરી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)