Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

માંડા ડુંગર પાસે હરસિધ્ધીમાં ગટર મામલે પડોશીઓ વચ્ચે મારામારીઃ ત્રણને ઇજા

રાજકોટ તા. ૧૧: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે હરસિધ્ધી સોસાયટી-૪માં રાતે પડોશીઓ વચ્ચે મારામારી થતાં ત્રણને ઇજા થઇ હતી.

જેન્તીભાઇ હરજીભાઇ ગોહેલ (ઉ.૩૪) પોતાના પર મયુર, કાનો સહિતે પાઇપ-લાકડીથી હુમલો થયાની ફરિયાદ સાથે અને સામા પક્ષે મેહુલ કાનજીભાઇ સોલંકી (ઉ.૩૦) અને તેના ભાભી પારૃલબેન નરેન્દ્રભાઇ સોલંકી (ઉ.૩૧) પણ પોતાના પર જેન્તી, હસમુખ, અશ્વિન સહિતનાએ લાકડી, પથ્થરથી હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતાં એએસઆઇ વી. બી. સુખાનંદીએ બંને પક્ષના નિવેદન નોંધવા તજવીજ કરી હતી. પાણીના નીકાલ માટેની ગટર બુરાઇ જવા મામલે અને મોટર સાઇકલ ડેલીમાં લેવા માટેનો ઢાળીયો બનાવવા મામલે આ માથાકુટ થઇ હતી.

(11:37 am IST)