Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ઉમેદવારો જાહેર થતાં જ બૂકીઓ મેદાનમાં : ભાજપની બેઠકો વધી : હવે ૧૩૪ થી ૧૩૬ મળશે તેવો અંદાજ મૂક્‍યો

બેઠક અને ઉમેદવારોના ભાવો ૨૦ તારીખ પછી ખૂલશે : રાજકોટની ૪ બેઠકો અંગે પણ હાલ કોઇ સોદા નથી : હિમાચલમાં ભાજપને ૩૭ થી ૩૯ મળશે : ગુજરાતમાં કોંગ્રેસને ૨૧ થી ૨૩ તો આપને ૧૪ થી ૧૬ બેઠકો સટ્ટાખોરો આપી રહ્યા છે

રાજકોટ તા. ૧૧ : ભાજપે ગુજરાતની કુલ ૧૮૨માંથી ૧૬૦ બેઠકોના ઉમેદવારો જાહેર કરતા જ અને નામાવલી - યાદી જોતા ગઇકાલ સાંજથી બુકીઓ મેદાનમાં આવી ગયા છે. આ પહેલા બુકીઓએ પ્રથમ અંદાજમાં ભાજપને ૧૦૪ થી ૧૦૭, બીજા અંદાજમાં ૧૩૦ થી ૧૩૨ બેઠકો આપી હતી, હવે નામો જાહેર થતાં જ ભાજપની બેઠકો વધી છે, બૂકીઓ ભાજપને હવે ગુજરાતની કુલ ૧૮૨માંથી ૧૩૪ થી ૧૩૬ બેઠકો આપી રહ્યા છે. જ્‍યારે કોંગ્રેસને ૨૧ થી ૨૩ તો આપને ૧૪ થી ૧૬ બેઠકો સટ્ટાખોરો આપી રહ્યા છે.

રાજકોટના ટોચના બુકીઓના ઉમેર્યા પ્રમાણે હવે એક પછી એક બેઠક અને ઉમેદવારોના ભાવો ૨૦ કે ૨૨ તારીખ પછી ખૂલશે, છેલ્લા ૮ થી ૧૦ દિવસમાં રાજકોટ - સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ૧ હજાર કરોડનું બેટીંગ લેવાય તેવી શક્‍યતા છે, રાજકોટની ૪ બેઠકો અંગે પણ હાલ કોઇ ભાવો ખૂલ્‍યા નથી, બૂકીઓ હિમાચલમાં ભાજપને ૩૭ થી ૩૯ બેઠકો આપી રહ્યા છે.

(11:21 am IST)