Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ચેકરિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા કોર્ટનો હુકમ

રાજકોટ,તા. ૧૧ : શ્રી સદગુરૂ ક્રેડિટ કો.ઓપ. સોસાયટીના રિકવરી અધિકારી રાહુલભાઇ સોલંકી દ્વારા કોર્ટમાં આરોપી તેજલબેન ભાવિકભાઇ મકવાણા પર ચલાવેલ ચેક રીટર્નના કેસમાં આરોપીને કોર્ટ દ્વારા ૧ વર્ષની જેલની સજા તથા ચેકની રકમ વાર્ષિક ૯ ટકાના સાદા વ્‍યાજે ૧ માસમાં ચૂકવી આપવાના અને જો નો ચૂકવે તો વધુ ૩ માસની સજાનો હુકમ કરવામાં આવ્‍યો હતો.

આ કામમાં ફરિયાદી શ્રી સદગુરૂ ક્રેડિટ કો.ઓપ. સોસાયટી તરફથી એડવોકેટની દલીલો તેમજ રજુ રાખેલ દસ્‍તાવેજી પુરાવાઓ તથા વડી અદાલતનાં ચુકાદાઓ ધ્‍યાને લઇ રાજકોટના ચીફ જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ શ્રી જે.એસ.પ્રજાપતિએ આરોપી તેજલબેન ભાવિકભાઇ મકવાણાને ધી નેગો.ઇન્‍સ્‍ટ્રુ એકટની કલમ ૧૩૮, ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ -૨૫૫ (૨) અન્‍વયે તકસીરવાન ઠરાવી ૧ (એક) વર્ષની કેદ અને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ -૩૫૭(૩) મુજબ એક માસમાં ચેકની રકમ વાર્ષિક ૯ ટકાના સાદા વ્‍યાજે ચુકવી આપવા અને ચુકવવામાં કસુર થયેથી વધુ ૩ (ત્રણ) માસની કેદનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ તરીકે શ્રી દિવ્‍યેશ એ.રૂડકિયા, દર્શીત બી.સોલંકી તથા ધર્મીલ પોપટ રોકાયેલ હતા.

(10:27 am IST)