Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ગાયના ‘ઘી'ના બે નમુના સબ સ્‍ટાર્ન્‍ડડઃ તીલ ઓઇલ-હળદરની ભેળસેળઃ દૂધનો નમૂનો લેવાયો

મનપા દ્વારા શહેરીજનોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા કરતા વેપારીઓ ઉપર ધોંસ : કૃષ્‍ણ વિજય ડેરી ફાર્મ-કેવડાવાડી મેઇન રોડ તથા જલારામ ઘી ડેપો મવડી મેઇન રોડ ખાતેથી ઘી લેબ ટેસ્‍ટમાં નિષ્‍ફળ

રાજકોટ તા. ૧૦ :.. શહેરમાં મનપાની ફુડ શાખા દ્વારા ખાદ્ય ચીજોના ઉત્‍પાદકો અને વેપારીઓને ત્‍યાં સતત ચેકીંગનો દોર અલગ -અલગ વિસ્‍તારોમાં ચાલી રહ્યો છે. ત્‍યારે શહેરના કેવડાવાડી મેઇન રોડ તથા મવડી મેઇન રોડ ઉપરથી લેવાયેલ ગાયના ઘીના બે નમુના સબસ્‍ટાર્ડડ જાહેર થયા છે. ઉપરાંત મિકસ દૂધનો નમૂનો પંચવટી મેઇન રોડ ખાતેથી લેવામાં આવેલ. સાથે જ મવડી વિસ્‍તારના ૧૪ ખાણી પીણીના વેપારીઓને ત્‍યાં ચકાસણી કરી ૬ વેપારીઓને લાયસન્‍સ અંગે નોટીસ આપવામાં આવી હતી.

મનપાની સત્તાવાર યાદી મુજબ ફ્રુડ વિભાગ દ્વારા લેવાયેલ ખાદ્યચીજ ‘ગાયનું ઘી' ના બે નમુના તપાસ બાદ રિપોર્ટમાં સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ છે.

જેમાં કૃષ્‍ણવિજય ડેરી ફાર્મ-કેવડાવાડી મેઇન રોડ, રાજકોટના સંચાલક દિપકભાઇ પોપટભાઇ અકબરી પાસેથી લેવાયેલ ખાદ્યચીજ, ‘ગાયનું ધી (લુઝ)' નો નમુનો તપાસ બાદ રિપોર્ટમાં તેલ ઓઇલ તથા હળદરની હાજરી મળી આવતા સબ સ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ છ.ે

જલારામ ઘી ડેપો વિનાયક નગર, ઉદયનગર-૧, અક્ષર પ્‍લાસ્‍ટીકની સામે, મવડી મેઇન રોડ, રાજકોટના માલીક બીરેનભાઇ પિયુષભાઇ જોબનપુત્રા પાસેથી લેવાયેલ ખાદ્યચીજ-‘ગાયનુ શૂધ્‍ધ ઘી (લુઝ)' નો નમુનો તપાસ બાદ રિપોર્ટમાં તીલ ઓઇલની હાજરી મળી આવતા સબ સ્‍ટાન્‍ડર્ડ જાડેર થયેલ છે.

નમુનાની કામગીરી

ફ્રુડ વિભાગ દ્વારા ફ્રુડ  સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ ર૦૦૬ હેઠળ મિકસ દુધ (લુઝ) સ્‍થળ શ્રી ચામુંડા ડેરી ફાર્મ-અર્હમ હોસ્‍પિટલ પાસે, પંચવટી મેઇન રોડ, નાનામવા રોડ, રાજકોટ ખોતથી નમુનો લેવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા ફુડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે વિશ્વેશ્વર મેઇન રોડ, ખીજળાવાળો રોડ, મવડી વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૪ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ઠંડા પીણા, મસાલા, બેકરી પ્રોડકટસ વગેરેના કુલ ૧૮ નમૂનાનું સ્‍થળ પર ચેકીંગ કરવામાં આવેલ. તેમજ સ્‍થળ પર ૬ પેઢીને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. જેમાં રાધે પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ,  સોડા-શોપ, સૂર સાગર ડેરી ફાર્મ, જલિયાણ પ્રોવીઝન સ્‍ટોર, યમુના ડીલકસ પાન તથા ખોડીયાર પાન એન્‍ડ કોલ્‍ડ્રિંકસને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. 

(3:15 pm IST)