Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

રેસકોર્ષ રીંગ રોડ શિવશક્તિ હોટલ રૂમ નં ૩૦૧માંથી ગયા મહિને પકડાયેલા પૂર્વ ક્રિકેટર, તેની પૂર્વ પત્ની અને ઘાંચીવાડના શખ્સ પાસેથી મળેલો માદક પદાર્થ મેફેડ્રોન હતો: ત્રણેયના બ્લડમાં પણ પદાર્થ મળતા શહેર એસઓજીએ ગુનો દાખલ કરાવ્યો

રાજકોટઃ શહેરના રેસકોર્સ રિંગરોડ પર શિવશક્તિ હોટેલના રૂમ ન. 301માં એસઓજીએ ગઇ તા.૨૨/૧૦/૨૦૨૧ના રોજ દરોડો પાડી નશાકારક માદક પદાર્થ સાથે ત્રણને પકડયા હતા. આ ત્રણેય પાસેથી મળેલો પદાર્થ લેબ પરિક્ષણમાં મોકલાયો હતો. જેનો રીપોર્ટ આવી જતા અને એ પદાર્થ મેફેડ્રોન હોવાનું ખુલતા ગુનો દાખલ કરાયો છે.

એસઓજીએ હોટેલના રૂમમાંથી મળી આવેલ મુદામાલ માદક પદાર્થ મેફેડ્રોન ભરેલ ઇન્જેકશન નંગ-૨ તથા ખાલી ઇનજેકશન-૧ મળી માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ૦.૮૦૦ એમ.એલ. કિ.રૂ.૮૦૦૦ ગણી ત્રણ આરોપી (૧) આકાશ મનોજભાઇ અંબાસણા ગુર્જર સુથાર ઉ.વ.૨૪ ધંધો સેલ્સમેન તરીકે નોકરી રહે ગોંડલ રોડ રાધે હાઇટસ બ્લોક નં ૯૦૫ ડી માર્ટ મોલ પાસે રાજકોટ (ર) ઇરફાન અબ્બાસભાઇ પટ્ટણી વાઢેર મુસ્લીમ ઉવ.૪૩ ધંધો વેપાર રહે. ઘાંચીવાડ શેરી નં ૨/૭ રાજકોટ અને (3) અમી દીલીપભાઇ શીવલાલભાઇ ચોલેરા લોહાણા ઉ.વ. ૨૨ ધંધો કાંઇ નહી, રહે કરણપરા શેરી નંબર-૧૧ રાજહંસ એપાર્ટમેન્ટ ત્રીજો માળ એ-૭ રાજકોટ વિરૂધ્ધ એન્ડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરી છે. 

    પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મિણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ  ડી.વી.બસીયા અને પીઆઇ આર.વાય.રાવલની રાહબરીમાં એસ.ઓ.જી. શાખાના પીએસઆઇ એમ.એસ.અંસારી, પીએસઆઇ ટી.બી.પંડયા તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. ઝહીરભાઇ ખફીફ તથા એસ.ઓ.જી. શાખાના પો.કોન્સ. અનીલસિંહ ગોહીલ તથા પેરોલ ફર્લો સકોડના પો.કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા તથા મહમદઅઝરૂદીન બુખારી તથા શીરાજભાઇ ચાનીયા મહીલા પો.કોન્સ. શાંતુબેન મુળીયા દ્વારા આ કામગીરી કરવામા આવેલ છે.

નોંધનીય છે કે આકાશ અંબાસણા પૂર્વ ક્રિકેટર છે અને સાથે પકડાયેલી અમી તેની પૂર્વ પત્ની છે. આકાશ ચીઠ્ઠી લખીને ગૂમ થયાની અને ડ્રગ્સ પેડલર તેને હેરાન કરતા હોવાની રજુઆત આકાશના માતાએ કરતા પોલીસે ટિમો બનાવી તપાસ શરૂ કરતાં આકાશ, અમી અને ઈરફાન હોટેલના રૂમ માંથી ડ્રગ સેવન કરતા મળ્યા હતા. ત્યારે બ્લડ સેમ્પલ લેવાયા હોઈ તેમાં પણ મેફેડ્રોન ડ્રગ હોવાનું માલુમ પડ્યું છે. તેમજ ઇન્જેક્શનમાં પણ મેફેડ્રોન ડ્રગ હોવાનો રિપોર્ટ આવતા ત્રણેય સામે ડીસીબી પોલીસ સ્ટેશનમમાં એન.ડી.પી.એસ. એકટ કલમ-૮(સી), ૨૧(એ), ૨૯ તથા પ્રોહીબીશન એકટ કલમ-૬૬(૧) બી મુજબનો ગુન્હો પો.સ.ઇ. એમ.એસ.અંસારીએ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ ગુન્હાની આગળની તપાસ એસઓજીના પીએસઆઇ ટી.બી.પંડયા ચલાવી રહ્યા છે.

એ પણ નોંધનીય છે કે યુવતી અમીએ પોતાને ડ્રગની લત્ત છોડી પોલીસ બનવું છે તેમ જણાવતા તેને મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પોલીસ ભરતીના પુસ્તકો વાંચવા આપી તેમજ પરીક્ષા માટેની તાલીમ પણ આપવામાં આવી રહી છે.

(9:22 pm IST)