Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

રાજકોટમાં અશાંતધારાની ફાઇલો હવે સીટી પ્રાંત-૧ના હવાલેઃ કલેકટરની સરકારમાં મહત્વની દરખાસ્ત

રાજકોટમાં ર૬ સોસાયટીની કુલ ૧ હજાર ફાઇલોનો નિકાલઃ ૬પ૭ ફાઇલો અંગે વર્તમાન કલેકટર દ્વારા મંજૂરી

રાજકોટ તા.૧૧ : રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણમહેશબાબૂએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કામનુ ભારણ હળવુ કરવા અશાંતધારાનો હવાલો-ફાઇલો અંગે નિર્ણય હવે સીટી પ્રાંત-૧ શ્રી ગઢવી દ્વારા ભવિષ્યના સમયમાં કરાશે, હવે તેમના હવાલે ફાઇલો આવશે.

કલેકટરે ઉમેર્યું હતું કે રાજકોટની જે ર૬ સોસાયટીમાં અશાંતધારો લાગુ પડયો છે, તે વિસ્તારની જમીન-ફલેટ, મકાન, પ્લોટના ખરીદ-વેચાણના દસ્તાવેજોની ફાઇલોની મંજુરી હવે સીટી પ્રાંત-૧ આપશે, આ માટે સરકારમાં દરખાસ્ત મોકલી દેવાઇ છે, ટુંકમાં તેની મંજુરી મળ્યે ત્યાંથી કાર્યવાહી થશે, આવી મંજુરી અમદાવાદ-સૂરતમાં અપાઇ જ છે.

કલેકટરે ઉમેર્યું હતું કે અશાંતધારો લાગુ થયો ત્યારથી આજ સૂધીમાં ૧ હજાર ફાઇલોને મંજુરી અપાઇ છે. જેમાં તત્કાલીન કલેકટર રેમ્યા મોહને ૪૦૦ આસપાસ તથા વર્તમાન કલેકટર અરૂણ મહેશ બાબૂએ ૬પ૭ ફાઇલોને મંજુરી આપી છે, આ તમામ ફાઇલો હિન્દુ-હિન્દુ, કે મૂસ્લિમ-મૂસ્લિીમ વચ્ચેના વ્યવહારોની છે, જયારે હિન્દુ-મૂસ્લિમ વચ્ચેના વ્યવહારોની ફાઇલોમાંથી સંભવત ૧૦ થી ૧ર ફાઇલોને મંજુરી અપાયાનું ઉમેરાયું હતું.

(3:46 pm IST)