Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

આવાસ યોજના-સ્માર્ટ સીટીની માહિતી આપવામાં તંત્રના ગલ્લાતલ્લાઃ ૭ દિ'માં ન આપે તો આંદોલનઃ કોંગ્રેસ

માહિતી આપવામાં મ્યુ. કમિશનરની ઢીલીનીતિ સામે ભાનુબેન સોરાણી લાલધુમ

રાજકોટ તા. ૧૧ :.. મ્યુ. કોર્પોરેશનની આવાસ યોજનાઓ જન્મ-મૃત્યુ નોંધ, સ્માર્ટસીટી વિભાગની માહીતી છેક જૂલાઇ મહીનામાં માંગવા છતાં આજ દિન સુધી વિપક્ષી નેતાં ભાનુબેન સોરાણીએ આ બાબતે મ્યુ. કમિશનરશ્રીને ૭ દિ' નું અલ્ટીમેટમ આપી અને આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનીસીપલ કમિશ્નરશ્રીને આવાસ યોજના વિભાગ – ગોપાલ ડેરી – સ્માર્ટ સીટી – જન્મ મરણ વિભાગની વિગતો આપવા માટે તા.૧૪/૦૬/૨૦૨૧ , તા.૨૫/૦૬/૨૦૨૧ ,તા. ૦૨/૦૭/૨૦૨૧, તા.૦૩/૦૮/૨૦૨૧, તા.૦૭/૦૮/૨૦૨૧, તા.૧૪/૦૯/૨૦૨૧ના રોજ થી લેખિત રજૂઆત કરાયા બાદ હજુ સુધી માહિતીની વિગતો આપેલ નથી.

આ વિગતોમાં વિપક્ષીનેતાશ્રીએ આવાસ યોજના વિભાગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેટલા વર્ષ થી આવાસ બનાવવાનું કામ કરવામાં આવે છે ?

આજદિન સુધી કેન્દ્ર સરકાર દ્વારા કેટલા આવાસો બનાવવામાં આવ્યા છે ? કયારે અને કઈ જગ્યાએ? કઈ યોજના ? કેટલા આવાસ ? હાલ કેટલા ખાલી ?

આજદિન સુધી રાજય સરકાર દ્વારા કેટલા આવાસો બનાવવામાં આવ્યા છે ? કયારે અને કઈ જગ્યાએ? કઈ યોજના ? કેટલા આવાસ ? હાલ કેટલા ખાલી ? 

આજદિન સુધી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેટલા આવાસો બનાવવામાં આવ્યા છે ? કયારે અને કઈ જગ્યાએ? કઈ યોજના ? કેટલા આવાસ ? હાલ કેટલા ખાલી ?

રાજકોટ મહાનગરપાલિકાએ કઈ કઈ આવાસયોજના બનાવવા માટે ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું ? કઈ જગ્યાએ થી ફોર્મનું વિતરણ કરાયું ? ફોર્મ વિતરણ કરનારને કેટલું કમીશન આપેલ છે ? કેટલા ફોર્મ છપાવવામાં આવ્યા છે ? કેટલા ફોર્મ વહેંચણી કરાયા છે ? કેટલા ફોર્મ પરત આવેલા છે ? કેટલા ફોર્મ રીજેકટ થયેલા છે ? વેઈટિંગ કેટલું ? કેટલા લોકોની ડીપોઝીટ જમા છે ?

રાજકોટ મહાનગરપાલિકાએ રાજય સરકારની અને કેન્દ્ર સરકારની કઈ કઈ આવાસયોજના રાજકોટ મ.ન.પા. હસ્તક કરવામાં આવેલ છે ? કયારે ? કેટલા આવાસો ? 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૯ થી કેટલા આવાસ બનાવવાનું કામ ચાલુ છે ?

વર્ષ ૨૦૧૯ પહેલા કેટલા આવાસો બનાવવામાં આવ્યા છે ? અને કેટલા ખાલી પડેલા છે ? કેટલા સમયથી ?

બી.પી.એલ. કાર્ડ ધારકોને લાભ મળે તે માટે આવાસો બનાવવામાં આવેલ છે તેમાંથી હાલ કેટલા આવાસો ખાલી છે ? અને કેટલા લાભાર્થીઓને આવાસ મળેલ નથી ?

આવાસ યોજના વિભાગ દ્વારા આજદિન સુધીમાં કુલ કેટલા પ્રોજેકટ બનાવવામાં આવ્યા છે ? અને કેટલા પ્રોજેકટનું કામ બાકી છે ? તેના પ્રોગ્રેસ રીપોર્ટ આપવા.

પી.પી.પી. પ્રોજેકટ હેઠળ કેટલી આવાસ યોજના કયાં બની છે તેની વિગતો આપવી અને કુલ કેટલું પ્રીમીયમ મળશે ? હાલ કેટલુ મળેલું છે ?

 કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કેટલી યોજનાઓ ની ગ્રાન્ટ મળેલ છે ? કેટલી ગ્રાન્ટ મળેલ નથી ? અને કેટલી ગ્રાન્ટ મળવાની બાકી છે ? આ ગ્રાન્ટ માંથી કેટલી ગ્રાન્ટ વણવપરાયેલી છે ? તે તમામની નાણાકીય વિગતો આપવા માંગ ઉઠાવી છે.

તેમજ હીંગળાજનગર પીપીપી યોજનામાં   આ ૧૪૫ આવાસોનું એલોટમેન્ટ કયારે કરવામાં આવેલું છે ? આજની સ્થિતિએ યોજનાના કુલ કેટલા લાભાર્થીઓ ફાળવવામાં આવેલ આવાસોમાં વસવાટ કરે છે ? તે માહિતી માંગી છે.

તેવી જ રીતે ભીમનગર પી.પી.પી. આવાસ યોજના  તેમજ પીપીપી -૯ બીશપ હાઉસ , પીપીપી  -૧૮ હિંગળાજનગર પાર્ટ-૨ અને પીપીપી  -૧૯ નટરાજનગર

આ પીપીપી યોજનાઓની કામગીરી કયારે શરુ કરવામાં આવી ? તેની માહિતી આપવા જણાવ્યું છે.

તેમજ  મરણની નોંધણી કરવામાં કયાં-કયાં કાયદા, નીતિનિયમોનું પાલન કરવામાં આવે છે? મરણ થનાર વ્યકિતની નોંધ કરવામાટે કયાં દસ્તાવેજી પુરાવા રજુ કરવાના રહે છે ? તા.૦૧/૦૧/૨૦૨૧ થી તા.૧૪/૦૬/૨૦૨૧ સુધીમાં ઘરે મરણના કિસ્સા કેટલા નોંધાયા છે ?  જો કોઈ કોર્પોરેટર સિવાયની રાજકીય વ્યકિત દ્વારા લેખિત ભલામણથી મરણનોંધ થયેલ હોય તેવા તમામ ભલામણ પત્રોની સમગ્ર નોંધની નકલ આપવી. જો આ મરણનોંધ ગેરકાયદેસર થયેલ હોય તો તેને રદ કરવાના નિયમો-કાયદાની માહિતી આપવી. ગેરકાયદેસર મરણનોંધ કરાવનાર સામે કયાં પ્રકારના પગલા લેવામાં આવે છે? કાયદાકીય પગલા લઇ શકાય તેની માહિતી આપવી.કયો ગુન્હો નોંધાય તેની માહિતી આપવી અને ગોપાલ ડેરી ને કયારે કમ્પ્લીશન સર્ટીફીકેટ આપવામાં આવેલ છે ?

ગોપાલ ડેરી દ્વારા કયારથી પ્રોપર્ટી ટેકસ ભરપાઈ કરવામાં આવે છે ? વગેરે માહિતી માંગી છે.

તેમજ રાજકોટ શહેરને ૨૦૧૭ ના વર્ષ દરમિયાન સ્માર્ટ સીટી તરીકે પસંદ કરવામાં આવેલ હતું, જે અન્વયે માંગેલ માહિતીની વિગતો

RSCDL માં HR Policy અન્વયે થયેલ બોર્ડ રીઝોલ્યુશન કયારે કરવામાં આવ્યુ? તેનો અમલ કયાર સુધીમાં કરવાનો હતો ?

HR – Policy મુજબ આજ દિન સુધી કેટલા કર્મચારીઓની કંપનીના નીયમો મુજબ ભરતી કરવામાં આવેલ છે?

RSCDL ની HR – Policy માં રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓનો સમાવેશ કરી શકાય?

ચીફ ફાયનાન્સ ઓફીસરની પોસ્ટ કેટલા સમયથી ખાલી છે તથા કેટલા સમયથી તેનો ચાર્જ રાજકોટ મહાનગરપાલિકાના અન્ય કર્મચારીને તેનો ચાર્જ આપેલ છે ?

RSCDL માં GST ને લગત બાબતો માટે કયા કર્મચારી જવાબદાર છે?

GST ને લગત કુલ કેટલા રૂપીયાની પેનલ્ટી ૨૦૧૭ થી આજ દિન સુધી થયેલ છે?

RSCDL માં ભરતી કરવામાં આવેલ કર્મચારીઓને મોબાઇલ / પેટ્રોલ એલાઉન્સ આપવામાં આવે છે?

RSCDL માં ફરજ બજાવતા ય્પ્ઘ્ ના કર્મચારીઓ ને પેટ્રોલ એલાઉન્સ મળે છે કે કેમ?  કોન્ટ્રાકટર દ્વારા વાહન સુવીધા ફાળવવા બાબતે ટેન્ડરમાં કોઇ જોગવાઇ છે કે કેમ ?

RSCDL માં સ્ટાફના પગાર તેમજ ઓફીસ ખર્ચ માટે કેટલી ગ્રાન્ટ મળેલ છે તથા તે પૈકી કેટલી ગ્રાન્ટ નો વપરાશ થયો છે? તેમજ ગ્રાન્ટ કયારે જમા થયેલ છે ?

RSCDL માં પ્રોફેશનલ સર્વિસ એજન્સી જેવી કે ઓડીટર, કંપની સેક્રેટરી વગેરેની શું  જવાબદારી છે? તેઓ ઞ્લ્વ્દ્ગક પેનલ્ટી માટે જવાબદાર છે ?

RSCDL ના ટેન્ડરમમાં વર્ક ઓર્ડર ઇશ્યુ થયા બાદ પેમેન્ટ ચૂકવણીના નિયમોમાં, ટાઇમલાઇન વિગેરેમાં કોઇ ફેરફાર કરવામાં આવેલ છે? આવો ફેરફાર કરવાની સત્ત્।ા RSCDL માં કોણ ધરાવે છે?

RSCDL માં CEO અને જનરલ મેનેજરની શું જવાબદારી છે?

 ઉપરોકત તમામ વિગતોની વિરોધપક્ષના નેતાને માહિતી આપેલ નથી ત્યારે મ્યુનીસીપલ કમિશ્નરશ્રીને અનેક વખત રજૂઆત કરાયા બાદ પણ હજુય માહિતીની વિગતો આપતા ન હોવાથી વિપક્ષીનેતા ભાનુબેન સોરાણીએ મ્યુનીસીપલ કમિશ્નરશ્રીને સાત(૭) દિવસમાં માહિતી આપવા અલ્ટીમેટમ આપેલ છે જો માહિતીની વિગતો દિવસ સાત(૭)માં આપવામાં નહી આવે તો કમિશ્નરશ્રીની ચેમ્બરમાં ગાંધીચિંધ્યા રાહે ધરણા અને આંદોલન કરીશું તેની તમામ જવાબદારી મ્યુનીસીપલ કમિશ્નરશ્રીની રહેશે તેવું ભાનુબેન સોરાણીએ અંતમાં જણાવ્યું છે.

(3:42 pm IST)