Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

પૂ.રણછોડદાસજી મહારાજના જન્મસ્થળ વર્ધા નજીકના વાયફળ ગામે પ્રાર્થના ભવન અને ગુરૂમઢીનું ભૂમિપૂજન

રાજકોટ, તા. ૧૧ : સદ્ગુરૂ પૂ. રણછોડદાસજી મહારાજના જન્મ સ્થળ મહારાષ્ટ્રના વર્ધાથી ૧પ કિ.મી. દૂર આવેલા વાયફળ ગામે પ્રાર્થના ભવન તથા ગુરૂમઢીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.

ચિત્રકૂટ અને રાજકોટ ખાતે પોતાના સત્કાર્યોથી કરોડોના દિલમાં વસેલા સદ્ગુરૂ પૂ. રણછોડદાસજી મહારાજનું જન્મસ્થળ વર્ધા જીલ્લામાં આવેલ નાનકડુ ગામ વાયફળ છે અને ઘણા ઓછા લોકોને ખબર હશે. સદ્ગુરૂનો આ નાનકડા ગામમાં જન્મ થયો હતો.  અહીં સત્સંગ હોલ સ્મૃતિ ભવનનાં સુચારૂ સંચાલન માટે ગોંડલના મહામંડલેશ્વર ૧૦૦૮ પૂ. હરીચરણદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ સદગુરૂ સ્મૃતિ ટ્રસ્ટને સ્થાપના કરવામાં આવી છે. જેમાં અધ્યક્ષ રાજકોટ-નાગપુરના રાજેશભાઇ દલપતભાઇ ઉપાધ્યક્ષ રાજકોટ નાગપુરના રાજેશભાઇ દલપતભઇ ઉપાધ્યક્ષ જયપ્રકાશભાઇ માલવીયા વસાણી તથા અન્ય ૯ ટ્રસ્ટીઓમાં સુયકાન્તભાઇ ઠકરાળ (કોષાધ્યક્ષ) પ્રવિણભાઇ વસાણી (રાજકોટ) ભુષણભાઇ વસાણી (નાગપુર) પ્રકાશભાઇ મહેશ્વરી, સાગરભાઇ મહેશ્વરી, ગોંદીયાના પુષ્પકભાઇ આ તકે અરવિંદભાઇ દક્ષીણી, હેરેન્દ્રભાઇ તન્ના, રાજેશભાઇ ખખ્ખર, દિલીપભાઇ ઠકરાર, ઘનશ્યામભાઇ ઠકરાલ, જગદીશભાઇ ઠકરાલ, હસમુખભાઇ ઠક્કર, જયપ્રકાશભાઇ જસાણી, અરૂણભાઇ પોબારૂ, સહીતનો સમાવેશ થયો છે.

તાજેતરમાંવાયફળમાં શ્રી સદગુરૂ સ્મૃતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાર્થના ભવન તથા ગુરૂ મઢીનું ભુમીપુજન કરવામાં આવ્યું છે. વસાણી, ભરતભાઇ સાદરાણી, ઉપેન્દ્રભાઇ વસાણી, વિનોદભાઇ વસાણી, કમલેશભાઇ વસાણી, જયોતીબેન પટેલ તથા શ્રી જલારામ સત્સંગ મંડળના બહેનો હાજર રહયા હતા.

(3:40 pm IST)