Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

હાઇ પ્રોફાઇલ હોટલમાં જુગારની રેડ એ સત્તા પરિવર્તનની અસર : રાજભા

રાજકોટ,તા. ૧૧ : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજભા ઝાલાએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે ઇમ્પીરિયલ હોટેલમાં જુગારની રેડએ ગુજરાતમાં તાજેતરમાં થયેલ સત્તા પરિવર્તનની અસર તરીકે પોલીસની રેડને ગણાવી શકાય.

ઘણા સમયથી લોક મુખે ચર્ચા સાંભળવા મળતી હતી કે રાજકોટની એક નામાકિંત હોટેલોમાં હાઇ પ્રોફાઇલ જુગાર ચાલે છે. પરંતુ તાજેતરમાં પડેલ રેડ પરથી સ્પષ્ટ થયું કે મુખ્યમંત્રી બદલવા સાથે રાજકોટ પોલિસની કામગીરીમાં પણ પરિવર્તન આવ્યુ હોય તેવું લાગી રહ્યાનું અંતમાં રાજભા ઝાલાએ જણાવ્યું છે. 

(3:23 pm IST)