Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

છેલ્લા ૯ દિ'માં શહેરના વિવિધવિસ્તારોમાંથી ૧૯૬ રખડતા ઢોર પકડતુ મ.ન.પા. તંત્ર

રાજકોટ,તા. ૧૧: મ.ન.પા.ની એ.એન.સી.ડી. શાખા દ્વારા છેલ્લા નવ દિવસમાં વિવિધ વિસ્તારમાંથી ૧૯૬ રખડતા અને રસ્તાપટના અડચરણરૂપ ઢોર પકડવામાં આવ્યા છે.

આ અંગે મ.ન.પા.ની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૧ થી ૯ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો પેડક રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, સંતકબીરરોડ,મોરબીરોડ, સેટેલાઈટચોક વિસ્તાર આર.ટી.ઓ.પાસે, કુવાડવા રોડ વિગેરે વિસ્તારોમાંથી ૪૦ પશુઓ,કોઠારીયા રોડ, સ્વાતિપાર્ક, સોમનાથ ઈન્ડ. એરીયા, ભીમરાવનગર, ગાર્બેજ સ્ટેશન, પ્રદ્યુમન પાર્ક, સોમનાથ સોસા., રાધેશ્યામ સોસા. વિગેરે વિસ્તારોમાંથી ૪૭ પશુઓ,મોટી ટાંકી ચોક, ક્રિસ્ટલ સ્કુલ પાછળ જામનગર રોડ, ભોમેશ્વર સોસા., પોપટપરા, રેલનગર, જંકશન પ્લોટ વિગેરે વિસ્તારોમાંથી ૨૬ પશુઓ,માંડા ડુંગર, માનસરોવર સોસા, આજી ડેમ, ભાવનગર રોડ વિગેરે વિસ્તારોમાંથી ૨૪ (પશુઓ,બોલબાલા માર્ગ, વાણીયાવાળી મેઈન રોડ, જલજીત હોલ, બાબરીયા કોલોની, સહકાર રોડ, ઢેબર રોડ વિગેરે વિસ્તારોમાંથી ૧૦ પશુઓ,યુનુવર્સિટી રોડ, જે.કે. ચોક, રૈયા રોડ, નિવેદીતાનગર, ગુણાતીત નગર, ૧૫૦ ફુટ રીંગ રોડ વિગેરે વિસ્તારોમાંથી ૮ પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૧૯૬ પશુઓ પકડવામાં આવેલ છે.

(3:22 pm IST)