Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

બિભત્સ ચેનચાળા કરવાના ગુનામાં આરોપીને છોડી મુકવાના હુકમ સાથેની સરકારની અપીલ રદ

રાજકોટ, તા.૧૧: બીભત્સ ચેનચાળા સબબના આક્ષેપ સંબંધે શીતલ પાર્ક મેઇન રોડ રાજકોટના રહીશ અરૂણ કલ્યાણજીભાઇ ગીગૈયા વિરૂધ્ધ તેના જ પડોશીએ કરેલ ફરીયાદવાળો કેસ ચાલી જતા રાજકોટના ચીફ.જયુડી.મેજી.એ આરોપીને છોડી મુકતો ફરમાવેલ હુકમ સરકારે સેશન્સ અદાલતમાં પડકારી નીચેની અદાલતનો હુકમ રદ કરવા અને આરોપીને સજા કરવા માંગણી કરતી કરેલ અપીલ સેશન્સ અદાલતે નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો રાજકોટમાં શીતલ પાર્કમાં રહેતા ફરીયાદી મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં તેના જ પડોશી અરૂણભાઇ કલ્યાણજીભાઇ ગીગૈયા સામે એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે આરોપી પડોશી થતા હોય આરોપીએ ફરીયાદી બેન સામે પાણીના નળ સમયે ફરીયાદી ઘરના દાદરો ધોતા હોય તે વખતે ફરીયાદી બેન સામે ઉભા રહી ચડી ઉતારી શરમજનક કૃત્યુ કરેલ હોવાની ફરીયાદમાં હકીકત જણાવેલ જે કામે ચાર્જશીટ થતા કેસ ચાલી જતા નીચેની અદાલતે આરોપીને છોડી મુકતા નીચેની અદાલતના હુકમ ગેરકાયદેસર, ગેરકાનુની હોવાનું જણાવી હુકમ રદ કરવા અને આરોપીને સજા કરવા સરકાર તરફથી અપીલ કરવામાં આવેલ જેની સામે આરોપીના એડવોકેટ સુરેશ ફળદુએ રજુઆત કરેલ કે આરોપી સામેનો તહોમત શંકાથી પર પુરવાર થયેલ નથી ફરીયાદ પક્ષના કુટુંબી તથા સગા પોલીસ ખાતામાં હોય ખોટો બનાવ ઉભો કરી આરોપીને સંડોવી દીધેલનું રેકર્ડ પર પુરવાર થતુ હોય નામદાર નીચેની અદાલતનો હુકમ યોગ્ય હોય સરકારની અપીલ રદ કરવા રજુઆત કરેલ હતી.

બંને પક્ષેની રજુઆતો રેકર્ડ પરની હકીકતો લક્ષે લેતા ટ્રાયલ કોર્ટનો હુકમ યોગ્ય અને વ્યાજબી હોય તેમાં કોઇ હસ્તક્ષેપ  કરવાનો યોગ્ય અને વ્યાજબી ન માની સરકારની અપીલ રદ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત આરોપી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘવી, મંથન વીરડીયા રોકાયેલ હતા.(૨૩.૨૩)

 

ભાડલા પંથકની સગીરાના અપહરણ, દુષ્કર્મ પોકસો-એટ્રોસીટીના કેસમાં આરોપી જામીન પર

રાજકોટ,તા. ૧૧ : રાજકોટના જીલ્લાના ભાડલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હામાં સગીરાના અપહરણ, દુષ્કર્મ, પોકસો, એટ્રોસીટી એકટ જેવા ગંભીર ગુન્હામાં પોલીસ દ્વારા પકડેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કરવાનો ગુજરાત હાઇકોર્ટ હુકમ કર્યો હતો.

આ કામેની ટૂંકમાં વિગત એવી છે કે, રાજકોટ જીલ્લાના ભાડલા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાયેલ કે, ફરિયાદીના વાલીપામાંથી પોતાની સગીર વયની દીકરીને આ કામનો આરોપી ફરિયાદીની સગીર વયની દીકરી અનુ.જાતિની હોવાનું જાણતો હોવા છતાં જેને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઇ જઇ ગુન્હો કર્યા બાબત અપહરણ કરીને લઇ જવાનો ગુન્હો નોંધાયેલ હતો.

ફરિયાદ નોંધાયા બાદ આ કામે ભોગ બનનાર અને આરોપી મળી આવે છે, આ ગુન્હાના કામે ભોગ બનનારની પોલીસ દ્વારા પુછપરછ કરીને નિવેદન લેતા આરોપીએ તેની સાથે શરીર સંબંધ બાંધેલ હોવાની હકીકત તપાસમાં ખુલવા પામતા આ કામે ભોગ બનનારના નિવેદનના આધારે તપાસ કરનાર અધિકારીએ આરોપી મુકેશભાઇ સોમાભાઇ માંડાણી રહે. માંડા વિસ્તાર, માનસરોવર, હરસિધ્ધી પાર્ક, રાજકોટ વાળાની ઇ.પી.કોડ કલમ -૩૬૩,૩૬૬,૩૭૬ (૨) (એન) તથા પોકસો એકટ કલમ -૬ તથા એટ્રોસીટી એકટ કલમ -૩ (૧) (ડબલ્યુ), ૩ (૨) (૫), ૩ (૨) (પ-એ) વિગેરે મુજબના ગુન્હાના કામે ધરપકડ કરેલ અને આરોપીને રાજકોટને સ્પેશિયલ પોકસો (સેશન્સ) કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જેલ હવાલે કરેલ હતો. જેથી આરોપીએ જામીન-અરજી કરતા હાઇકોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ કામે આરોપી મુકેશભાઇ સોમભાઇ માંડાણી તરફે ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે કર્ણ એચ.ઢોમસે તથા રાજકોટ ખાતે એડવોકેટ કલ્પેશ એલ. સાકરીયા રોકાયેલ હતા.

(3:16 pm IST)