Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

'દિકરી છે તો દુનિયા છે' ફિલ્મનું રાજકોટમાં શુટીંગ

 ગુજરાતી ફિલ્મ 'દિકરી છે તો દુનિયા છે' ના શુટીંગનું મુહુર્ત લાભ પાંચમથી રાજકોટા રૈયા ગામ પાસે કરાયુ હતુ. હંસરાજ ઠાકોર નિર્મિત આ ફિલ્મમાં કોમેડી અભિનેતા જીજ્ઞેશ મોદી અને મુખ્ય કલાકાર તરીકે જયેશ ઠાકોર, કેમરા મેન તરીકે રાજુ જામ સેવા આપી રહ્યા છે. આ ફિલ્મમાં ચાર ગીતો લેવાયા છે. જેને સ્વર ઘનશ્યામ મકવાણા, સોનલ વ્યાસ, જાગૃતિ ગોહેલ, શૈફુદીન ત્રિવેદી અને દક્ષા સોલંકીએ આપ્યો છે. શુટીંગ મુહુર્ત સમયની તસ્વીર નજરે પડે છે.

(3:12 pm IST)