Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ગાદીપતિ પૂ. ગીરીશચંદ્રજી મ.સા. સ્મૃતિ ઉપલક્ષ શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે રવિવારે રકતદાન કેમ્પ

રાજકોટઃ તા.૧૧, જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ, શેઠ ઉપાશ્રય સેવા સમિતિ એવમ રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંક એન્ડ રીસર્ચ સેન્ટરના સહકારથી મેગા બ્લડ ડોેનેશન કેમ્પનુ આયોજન ગાદીપતિ પૂ.શ્રી ગીરીશચંદ્રજી મ.સા. સ્મૃતિ ઉપલક્ષ તા.૧૪ને રવિવારના સવારે ૯ થી ૨ સુધી ગુરૂ ઋણથી મુકત થવા માટે શ્રી શેઠ ઉપાશ્રય સ્થા. જૈન સંઘ પ્રસંગ હોલની બાજુમાં ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે કરાયું છે. આ કેમ્પમાં ૧૮ થી ૬૫ વર્ષના કોઇપણ વ્યકિત કે જેનું વજન ૪૫ કિ.ગ્રા. કે તેથી વધારે હોય તે જે વ્યકિતનું હિમોગ્લોબીન ૧૨.૫ ગ્રામ કે તેથી વધારે હોય તે, બ્લડ ડોનેશન કરનાર વ્યકિતને બ્લડ પ્રેશર કે ડાયાબીટીશની બિમારી ન હોય તે જ લોકો બ્લડ ડોનેટ કરી શકશે.

આ કેમ્પમાં ચંદ્રકાન્તભાઇ શેઠ, શૈલેષભાઇ માઉ તથા બિપિનભાઇ પારેખના માર્ગદર્શન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન પ્રોગેસીવ ગ્રુપ એકટીવ મેમ્બરો, હેમલભાઇ મહેતા, પ્રદીપભાઇ, રમણીકલાલ ગોસલીયા, જે કામદાર વિગેરેનો સહયોગ મળેલ છે.

વ્યવસ્થાના ભાગરૂપે તથા વિવિધ માહિતી માટે મો.૯૮૨૫૦ ૩૨૫૪૨, ૯૪૨૭૭ ૨૬૬૪૪ તથા ૯૪૨૮૪ ૬૬૯૬૭ ઉપર સંપર્ક કરવો.

બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા વિજયભાઇ તથા પ્રકાશભાઇ આશરા, રમેશભાઇ શેઠ, જગદીશભાઇ શેઠ, પ્રફુલભાઇ ઘાટલીયા, હિતેનભાઇ કામદાર, જગદીશભાઇ ગોસલીયા, પ્રતીકભાઇ  મોદી, હસુભાઇ શાહ, જતીનભાઇ કોઠારી, દિનેશભાઇ ટીંબડીયા, ભાવીનભાઇ ઉદાણી, ચેતનભાઇ વખારીયા, પ્રતિકભાઇ મોદી સહિત જે.પી.જી.ના અનેક કાર્યકર્તાઓ સેવા બજાવી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:09 pm IST)