Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

હરિપર કેરાળામાં દારૂના નશામાં વૃધ્ધે એસિડ પી લીધું

અરજણભાઇ સોલંકીને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૧: મોરબીના હરિપર કેરાળામાં રહેતાં અરજણભાઇ ભાણાભાઇ સોલંકી (ઉ.વ.૬૨) નામના વૃધ્ધે ગઇકાલે એસિડ પી લેતાં મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવાયા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી. અરજણભાઇ નિવૃત જીવન જીવે છે. તેમના સગાના કહેવા મુજબ તેમને સતત દારૂ પીવાની આદત છે. ગઇકાલે નશામાં ભાન ભુલી એસિડનો ઘૂંટડો ભરી લીધો હતો.

ખીજડીયામાં સોહમ ફટાકડાથી દાઝી ગયો

વાંકાનેરના ખીજડીયા ગામે રહેતો સોહમ ભરતભાઇ ફાંગલયા (ઉ.વ.૭) સાંજે ઘર પાસે ફટાકડા ફોડતો હતો ત્યારે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

(2:58 pm IST)