Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

જસદણના બરવાડાના પાર્વતીબેનને ઝેર પાઈ મોતને ઘાટ ઉતારનાર કૌટુંબીક ભત્રીજો અર્જુન કોળી પોલીસના સકંજામાં

રાજકોટ, તા. ૧૧ :. જસદણના બરવાડા ગામના કોળી પરીણિતાને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારનાર કૌટુંબીક ભત્રીજાને જસદણ પોલીસે સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ મૂળ જસદણના દહીસરાના વતની અને હાલ જસદણના બરવાડાના પાટીયા પાસે વાડીમાં ભાગ્યુ રાખી પરિવાર સાથે રહેતા પાર્વતીબેન વિઠ્ઠલભાઈ સાકરીયા (ઉ.વ. ૪૫)ને ઝેરી અસર થતા ગત તા. ૮-૧૧ના રોજ રાજકોટ સિવીલ હોસ્પીટલમાં ખસેડાયેલ હતા. પોલીસ સમક્ષ પાર્વતીબેને એવી કેફીયત આપી હતી કે જસદણની બજારમાં તેનો કૌટુંબીક ભત્રીજો અર્જુન બીજલભાઈ સાકરીયા ભેગો થઈ જતા તેની પાસે ઉછીના આપેલ રૂપિયાની ઉઘરાણી કરતા ભત્રીજા અર્જુને ચાલો મારે ઘરે તમને પૈસા આપી દઉં... તેમ કહીં ઘરે લઈ જઈ પાર્વતીબેનને રૂમમાં પુરી દઈ દોેરડા વડે બાંધી, તેની મરજી વિરૂદ્ધ ઘઉંમાં નાખવાની ઝેરી દવા પીવડાવી દીધી હતી. પાર્વતીબેનનું સારવાર દરમિયાન મોત નિપજતા આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો.  જદસણ પોલીસે વિશાલ સાકરીયાની ફરીયાદ પરથી આરોપી અર્જુન બીજલભાઈ સાકરીયા રહે. જસદણ સામે આઈપીસી ૩૦૨, ૩૨૮, ૩૪૨ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. જસદણ પોલીસે આરોપી અર્જુન સાકરીયાને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી છે. વધુ તપાસ જસદણના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર. સિંધવ ચલાવી રહ્યા છે.

(2:57 pm IST)