Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

લસ્સીલાલ છાસવાલાની છાશ જેવી ઉપયોગી ગોઠડી

એય ને..... ત્યારે , હું આવી ગયો છું: લસ્સીલાલ છાસવાલા , રહે. છાસવાલા, બાપાસીતારામ ચોક , રીયલ પ્રાઈમ બિલ્ડીંગ,  મવડી ચોકડી પાસે, મવડી . અને સૌને જય ભારત ને જય ગૌમાતા સાથ જણાવાનું  કે તમે મને whatsapp  કરીને પણ જણાવી શકો હોં  કે આપણી વાત્યું  તમને કેવી લાગે છે ?! મને તો તમારી સૌ સાથે વાત્યું  કરવાની બહુ મજા આવે છે, તો હાલો ત્યારે આજની ગોઠડી માંડીએ  ?!  તો આવી જજો મારી વાત્યું  માં હોંકારો દેવા ....

તો ભાઇયું ને બેનું, આજે વાત કરવી છે ''છાશ પીવાના ફાયદા અને ઘરેલું ઉપચારમા છાશ નો ઉપયોગ''

છાશ પીવાના ફાયદા

 ઉત્તરભારત અને પંજાબ માં છાશ માં સહેજ ખાંડ નાખીને તેની લસ્સી બનાવાય છે. લસ્સીમાં બરફને બદલે ઠંડુ પાણી નાખવામાં આવે તો તે વધુ સારૃંમનાય છે. લસ્સી પિત્ત્।, બળતરા, તરસ અને ગરમી ને મટાડે છે.

ગાયની તાજી છાશ પીવાથી નસોનું લોહી શુદ્ઘ થઇ શરીર બળવાન બને છે તેમજ વાત્ત અને કફ ના સેકડો રોગો નાશ પામે છે.

સંગ્રહીણી જેવા રોગોમાં છાશમાં સુંઠ નાખીને તથા પીપળનું ચૂર્ણ નાખીને પીવાથી ફાયદો થાય છે. પરંતુ ધ્યાનએ રાખવું કે છાશ માત્ર ભાત સાથે જ લેવી.

ગેસ થઇ ગયો છે તો ખાટી છાસમાં સુંઠ અને સિંધા નમક નાખેલી છાશ પીવી.

પિત્ત્।માં સાકર નાખેલી છાશ, કફ માં સુંઠ, મરી અને પીપળ નાખેલી છાશ ઉત્ત્।મ મનાય છે.

છાશ પીવાના ફાયદા અને ઘરેલું ઉપચાર

છાશ ઠંડી, પચવામાં હલકી પિત્ત્।ને શાંત કરનારી ગેસ દૂર કરનાર છે. ઉલટી થતી હોય ત્યારે છાશ પીવી ફાયદેમંદ છે.

દહીમાં અડધો ભાગ પાણી નાખીને તે દહીં પીવાથી કફ મટી જાય છે, શરીરમાં નવી ઉર્જા નો સંચાર થાય છે, અને શરીરમાં આમ ઓછો થાય છે.

છાશનો મહત્વનો ગુણ 'આમજ'દોષો દૂર કરવાનો છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંનો કેટલોક ખોરાક પચ્યા વિનાનો રહી જાય છે અને તેને 'આમ' કહેવાય. આમની ચીકાશ તોડવા માટે છાશમાં રહેલું એસીડ ખુબ જ ઉપયોગી થાય છે. તે ચીકાશને તોડીને આમને દૂર કરે છે.

છાશ નો ઠંડક આપનારો ગુણ પિત્તજન્ય રોગોને દૂર કરે છે. તેથી કમળો અને પાંડુ જેવા દર્દો માં છાશ ઉપયોગી છે.

છાશનું સેવન કરવાથી બ્લડપ્રેશર અને હૃદયરોગમાં ફાયદો થાય છે. છાશ નો ગુણ રૂક્ષ હોય છે તેથી તે કફને દૂર કરવામાં મદદ કરે છે.

રેગ્યુલર છાશ પીનારને વૃદ્ઘાવસ્થા મોડી આવે છે, છાશ ચામડીને ચમકીલી બનાવે છે, ત્વચા પર કરચલીઓ પધ્ડવા દેતી નથી અને જો કરચલીઓ પડી હોય તો તે પણ દૂર કરે છે.

છાશનું સેવન કરવાથી પિત્તની સમસ્યામાંથી છુટકારો મળે છે. છાશનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે, શરીર ની અંદર રહેલા ઝેરીલા તત્વો નાશ પામે છે. છાશ ના સેવન થી હૃદય મજબૂત બને છે.

તો ભાયું, જો આવી ગૂણકારી છાસ મારે ત્યાંથી મળતી હોય તો તમારે બીજે કયાંય શું કામ જવાનું હેં ?!  સારી , સ્વાદિષ્ટ, ફુદીના , મરી, જીરા વાળી  છાશ્યું પીવી હોય તો આવી જજો આપણા ઓટલે, એડ્રેસ  લખી લો

છાસવાલા , બાપાસીતારામ ચોક , રીયલ પ્રાઈમ બિલ્ડીંગ, મવડી ચોકડી પાસે , મવડી. મો.૯૩૧૩૮૦૫૩૯૩, ઈ-મેઈલઃchhaswala.bapasitaram@gmail.com

(2:54 pm IST)