Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

રાજકોટની ઇમપિરિયલ પેલેસ હોટેલ નગ્ન ડાન્સ પછી ફરી ચર્ચાના ચકડોળે ચડી: હવે જુગારનો દરોડો પડ્યો: ક્રાઇમ બ્રાન્ચે ૧૦ને પકડ્યા

રાજકોટઃ શહેરના ડો.યાજ્ઞિક રોડ પર આવેલી ધ ઇમપિરિયલ પેલેસ હોટેલ આજે ફરી ચર્ચાના ચકડોળે ચડી છે. અગાઉ આ હોટેલના રૂમમાં નગ્ન ડાન્સનો વિડિયો વાયરલ થયો હતો. ત્યાં આજે જુગરનો દરોડો પડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે સ્યુટ રૂમમાંથી 10 શખસોને જુગાર રમતા પકડ્યા છે. હોટેલ ઇમ્પીરીયલ પેલેસમાં જુગારની  રેઇડ થયેલ છે. . ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી ચાલુ છે અને પ્રાથમિક તબક્કામાં છે. નામ સહિતની વિગતો થોડીવારમાં જાહેર થશે. તેમ જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રોના કહેવા મુજબ નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા (રહેવાસી રાતૈયા ગામ) મુખ્ય સંચાલક હોવાનું જણાઈ આવ્યુ છે.

ઇમપિરિયલ પેલેસ હોટેલમાં જુગાર રમતા પકડાયેલા આરોપીઓમાં નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા, અરવિંદ વશરામ ભાઈ ફલદુ, રાજુભાઈ દિલીપભાઈ મહેતા, કમલેશ દયાળજી પોપટ, ભરત મગનભાઈ દલસાણીયા, પ્રદિપ ધીરુભાઈ ચાવડા, મનીષ રસિકભાઈ સોંડાગર, કરણ ઉધડભાઈ પરમાર, વિપુલ કાંતિભાઈ બેચરા અને રસિક દેવસીભાઈ ભાલોડીયાનો સમાવેશ થાય છે. સંચાલકની ભૂમિકા પોલીસ તપાસી રહી છે.

(7:05 pm IST)