Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

કાળી ચૌદશનો મહિકા ગામે વિજ્ઞાન જાથાનો કાર્યક્રમ રદ્દ

મેલી વિદ્યાની નનામી, મશાલ, ભૂત - પ્રેતનું સરઘસ, કોરોનાના કારણે બંધ કરાયાની જયંત પંડ્યાની જાહેરાત

રાજકોટ : વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ જણાવ્યુ હતું કે તેમના પત્નિ હર્ષાબેન પંડ્યા તેમજ તેમના બહેન અને દિકરીને પણ  કોરોના પોઝીટીવ આવતા હાલ આખો પરિવાર કવોરન્ટાઈન છે. આ વર્ષે કોરોનાની મહામારીના પગલે મહિકા ગામે આયોજીત વિજ્ઞાન જાથાનો કાર્યક્રમ પણ રદ્દ કરાયાનું તેઓએ જણાવેલ છે. મહિકા ગામના સરપંચ બાબુભાઈ મોલીયા સાથે ચર્ચા કર્યા બાદ બંધની ઘોષણા જાહેરાત કરવામાં આવી છે. રાજયના બીજા સ્થળોએ સાદાઈથી કાર્યક્રમ ઉજવાશે. આમ, આ વર્ષે કહેવાતી મેલી વિદ્યાની નનામી, મશાલ, ભૂતપ્રેતનું સરઘસ વગેરે કાર્યક્રમો યોજાશે નહિં તેમ જયંત પંડ્યાએ અંતમાં જણાવ્યુ છે.

(4:05 pm IST)